દેવધરી ગામના ૩૨ વર્ષીય યુવકનું સારવાર મળે તે પહેલાં મોત: ત્રણ વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી.
મોરબીના ટીંબડી પાટિયા નજીક અજાણ્યા વાહને મોટરસાયકલને ટક્કર મારતા મૂળ વીંછીયા તાલુકાના દેવધરી ગામના અને હાલ બેલા રોડ પર વોટેરો સેનેટરી કારખાનામાં નોકરી કરતા મહેશભાઈ ઉર્ફે મનીષભાઈ ગોહીલનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક ફરાર થઈ જતાં મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મહેશભાઈ ઉર્ફે મનીષભાઈ રણછોડભાઈ ગોહીલ ઉવ.૩૨ રહે. દેવધરી તા. વીંછીયા ગત ૧૨ ઓક્ટોબરના રોજ પોતાના હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ રજી.નં. જીજે-૦૩-એનઆર-૨૬૪૧ ઉપર મોરબી બેલા રોડ ઉપર આવેલ વોટેરો સેનેટરી જવા નીકળ્યા હતા. દરમિયાન ટીંબડી પાટિયા નજીક રોડ ઉપર કટ પાસે અજાણ્યા વાહનચાલકે તેમના મોટરસાયકલને ટક્કર મારતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવતાં જ્યાં હાજર ડોકટરે જોઈ તપાસી મહેશભાઈ ઉર્ફે મનીષભાઈને મૃત જાહેર કર્યા હતા. પોલીસની પ્રથમીમ તપાસમાં મૃતકને ત્રણ વર્ષની દીકરી હોવાનું સામે આવયહ છે. હાલ મૃતકના ભાઈ રાકેશભાઇ રણછોડભાઇ ટપુભાઇ ગોહીલની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ બીએનએસની કલમ તથા મોટર વાહન અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






