Friday, October 16, 2026
HomeGujaratમોરબીમાં બેફામ સ્કોર્પિયો ચાલકનો આતંક! ભવાની ચોકની ગરબીમાં મચાવી અફરાતફરી

મોરબીમાં બેફામ સ્કોર્પિયો ચાલકનો આતંક! ભવાની ચોકની ગરબીમાં મચાવી અફરાતફરી

ખુરશીઓનો ઉલાળિયો કરી સ્કોર્પિયો ચાલક ફરાર, નજીકમાં બેઠેલાં બાળકોનો આબાદ બચાવ

- Advertisement -
- Advertisement -

એક વ્યક્તિને કારની અડફેટે લીધી હોવાની વિગતો, અન્ય વ્યક્તિ પર પણ કાર ચડાવવાનો પ્રયાસ કર્યાનો આક્ષેપ

મોરબી શહેરમાં ભવાની ચોક ખાતે યોજાતી ગરબીમાં બેફામ સ્કોર્પિયો કાર લઈને ઘૂસી આવેલા અજાણ્યા ઇસમે અફરાતફરી મચાવી હોવાનો બનાવ સામે આવ્યો છે. ગરબીના સ્થળે બેફામ રીતે કાર હંકારીને આવેલા ચાલકે ખુરશીઓનો ઉલાળિયો કરી નાખ્યો હતો અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

આ બનાવ દરમિયાન નજીકમાં જ બેઠેલાં બાળકોનો આબાદ બચાવ થયો હતો. વધુમાં, કારચાલકે એક વ્યક્તિને અડફેટે લીધી હોવાની વિગતો સામે આવી છે, જ્યારે અન્ય એક વ્યક્તિ પર પણ કાર ચડાવવાનો પ્રયાસ કર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જાહેર કાર્યક્રમમાં બેફામ વાહન ચલાવવાના આ બનાવને પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હવે આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે કે કેમ અને જવાબદાર કારચાલક સામે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!