Friday, October 16, 2026
HomeGujaratમોરબીના ગુંગણ ગામે ટ્રેક્ટર અને રોટાવેટર વચ્ચે આવી જતાં 20 વર્ષીય યુવકનું...

મોરબીના ગુંગણ ગામે ટ્રેક્ટર અને રોટાવેટર વચ્ચે આવી જતાં 20 વર્ષીય યુવકનું મોત

ખેતરમાં કામ કરતી વખતે સર્જાયો અકસ્માત, સારવાર દરમિયાન યુવકે દમ તોડ્યો

- Advertisement -
- Advertisement -

મોરબી: મોરબી તાલુકાના ગુંગણ ગામની સીમમાં ખેતરમાં કામ કરતી વખતે ટ્રેક્ટર અને રોટાવેટર વચ્ચે આવી જતાં 20 વર્ષીય યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી તાલુકાના ગુંગણ ગામે રહેતા જયપાલસિંહ જયેન્દ્રસિંહ જાડેજા (ઉંમર 20 વર્ષ) ગત તા. 11 ઓક્ટોબર, 2026ના રોજ બપોરે આશરે 3 વાગ્યાના અરસામાં ગામની સીમમાં આવેલા જયેન્દ્રસિંહ દિલીપસિંહ જાડેજાના ખેતરમાં કામ કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ અકસ્માતે ટ્રેક્ટર અને રોટાવેટર વચ્ચે આવી જતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.

અકસ્મતમાં ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે મોરબી સરકારી હોસ્પિટલમાંથી જાણ કરવામાં આવતાં મોરબી તાલુકા પોલીસે બી.એન.એસ.એસ.ની કલમ 194 હેઠળ અકસ્માતે મોતનો બનાવ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!