Sunday, October 18, 2026
HomeGujaratવાંકાનેરની મહિલાના જૂના કપલ ફોટા પર અભદ્ર કોમેન્ટ કરી સોશિયલ મીડિયામાં વાયરલ...

વાંકાનેરની મહિલાના જૂના કપલ ફોટા પર અભદ્ર કોમેન્ટ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યાની ફરિયાદ

ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક મારફતે પીછો કરી માન મર્યાદાને ઠેસ પહોંચાડી: વેરાવળના શખ્સ સામે ગુનો નોંધાયો.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરની મહિલાએ અગાઉ મૈત્રી કરારથી સાથે રહેતા શખ્સ સામે જૂના કપલ ફોટા પર અભદ્ર કોમેન્ટ લખી સોશિયલ મીડિયામાં વાયરલ કરવા અને ઇન્સ્ટાગ્રામ-ફેસબુક મારફતે પીછો કરી માન મર્યાદાને ઠેસ પાહીચડી હોવા અંગે ફરિયાદ નોંધાવતા વાંકાનેર સીટી પોલીસે વેરાવળના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ફરિયાદી દીપાલીબેન મહેશભાઈ ગોંડલિયા ઉવ.૩૨ રહે.ભાટિયા સોસાયટી ભૂતનાથ મંદિર સામે વાંકાનેર વાળાએ આરોપી ધર્મેન્દ્રભાઈ હરકિશનભાઈ કાનાબાર રહે.વેળાવળ જી.ગીરસોમનાથવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, આશરે ચાર મહિના પહેલાં આરોપી ધર્મેન્દ્રભાઈ કાનાબાર સાથે મૈત્રી કરાર કરી રહેતા હતા, ત્યારબાદ અગાઉના પરિચિત રાહુલભાઈ ભરતભાઈ ગોહિલ રહે. વાંકાનેર વાળા સાથે સમાધાન થતાં તેઓ વાંકાનેર પરત આવી તેમની સાથે રહેવા લાગ્યાં હતાં. ત્યારે આ બાબતનો ખાર રાખી આરોપી ધર્મેન્દ્રભાઈએ ૨૮ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ તેમની સાથેના જૂના કપલ ફોટા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર મૂકીને અભદ્ર કોમેન્ટ કરી વાયરલ કર્યા હતા તેમજ સોશિયલ મીડિયા મારફતે પીછો કરી માનમર્યાદાને ઠેસ પહોંચાડી હતી. હાલ સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસે આરોપી ધર્મેન્દ્રભાઈ કાનાબાર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૫૬ અને ૭૮ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!