Sunday, October 18, 2026
HomeGujaratટંકારા: ફેક્ટરીમાં થયેલા ઝઘડામાં વચ્ચે છોડાવવા ગયેલા શ્રમિકનું માથામાં ધોકો વાગતા મોત

ટંકારા: ફેક્ટરીમાં થયેલા ઝઘડામાં વચ્ચે છોડાવવા ગયેલા શ્રમિકનું માથામાં ધોકો વાગતા મોત

કામ બાબતે થયેલા વિવાદમાં વચ્ચે પડેલા ૩૦ વર્ષના શ્રમિકને માથામાં ધોકો ફટકારતા રાજકોટમાં સારવાર દરમિયાન મોત.

- Advertisement -
- Advertisement -

ટંકારા નજીક લજાઈ-હડમતિયા રોડ પર આવેલ મેગાટોન પોલીપેક ફેક્ટરીમાં કામ બાબતે થયેલા ઝઘડામાં વચ્ચે પડેલા શ્રમિકને માથામાં લાકડાનો ધોકો મારવામાં આવતા, ગંભીર ઈજાગ્રસ્ત શ્રમિકનું રાજકોટમાં ચાર દિવસની ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા સમગ્ર બનાવ હત્યામાં પરિણમ્યો હતો. હાલ ટંકારા પોલીસે હત્યાનો ગુનો નોંધી, હત્યારા આરોપીની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ટંકારા નજીક લજાઈ-હડમતિયા રોડ પર આવેલ મેગાટોન પોલીપેક ફેક્ટરીમાં ગત તા.૧૪ ઓક્ટોબરની રાત્રે ફેક્ટરીના ગેટ પાસે કામ બાબતે રૌશન કુમાર વિરેન્દ્ર મંડલ અને ફરિયાદી રોશનકુમાર અન્નું રાવત વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન મનોહરરાજ મંડલ ઉવ.૩૦ ઝઘડામાં છોડાવવા વચ્ચે પડતાં તેમને આરોપી રૌશન કુમાર વિરેન્દ્ર મંડલે માથામાં લાકડાના ધોકાનો ઘા મારી દેતા, ગંભીર હાલતમાં તેમને ટંકારા, મોરબી અને ત્યારબાદ રાજકોટ સારવાર માટે લઈ જવાયા હતા, જ્યાં ચાર દિવસની ટૂંકી સારવાર દરમિયાન તા.૧૭ ઓક્ટોબરે તેમનું મોત થયું હતું. જેથી બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદી રોશનકુમાર અન્નું રાવતની ફરિયાદને આધારે ટંકારા પોલીસે આરોપી રૌશનકુમાર વિરેન્દ્ર મંડલ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩(૧), ૧૧૮(૨), ૧૧૫(૨) તથા જીપી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!