Sunday, October 18, 2026
HomeGujaratમોરબી જીલ્લામાં પાંચ અપમૃત્યુના બનાવોમાં મહિલા સહિત પાંચનાં મોત

મોરબી જીલ્લામાં પાંચ અપમૃત્યુના બનાવોમાં મહિલા સહિત પાંચનાં મોત

મોરબી જીલ્લામાં અલગ-અલગ સ્થળોએ બનેલા પાંચ અપમૃત્યુના બનાવોમાં મહિલા સહિત પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે. જે અપમૃત્યુના બનાવોમાં ગળેફાંસો ખાવાની ઘટના, કેનાલમાં ડૂબી જતા, કારખાનામાં વીજ કરંટ લાગતા, ઊંચાઈ પરથી પટકાતા અને બીમારીમાં બેભાન બાદ સગીરનું મોત થયા અંગે મૃત્યુ નિપજ્યા હતા. તમામ મૃત્યુના બનાવ અંગે પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ અપમૃત્યુના બનાવમાં મોરબી શહેરમાં મહિલાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો:

મોરબીના નાની વાવડી રોડ પર કબીર આશ્રમ સામે આવેલી શ્રીરામ પાર્ક સોસાયટીમાં રહેતાં અને મૂળ જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના મોરાણા ગામનાં જયાબેન જશમતભાઈ પીઠમલ નામની મહિલા લાંબા સમયથી માનસિક બીમારીથી પીડાતાં હોય જેથી કંટાળી, પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતાં જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જ્યારે બીજા બનાવમાં પાવડીયારી કેનાલમાં ડૂબી જતા યુવકનું મોત:

મૂળ ઉત્તર પ્રદેશના મહારાજગંજ જીલ્લાના કોટવા ગામનો રહેવાસી સૂરજકુમાર ગોરખપ્રસાદ રંગપર વિસ્તારમાં આવેલી રેબન સિરામિકની મજૂર કોલોનીમાં રહેતો હતો. ત્યારે ગત તા.૧૬ ઓક્ટોબરના રોજ બનેલી આ ઘટનામાં સાપર ગામની સીમમાં આવેલી પાવડીયારી કેનાલમાં ન્હાવા પડેલો સૂરજકુમાર કોઈ કારણોસર ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું.

અપમૃત્યુના ત્રીજા બનાવમાં કારખાનામાં સામાન નીચે ફેંકતી વખતે પ્રથમ માળેથી પટકાતાં શ્રમિકનું મોત:

નીચી માંડલ ગામની સીમમાં આવેલી સેગા સિરામિકની મજૂર કોલોનીમાં રહેતા વીરિસિંહ ગોરખ બાદલ તા. ૧૫ ઓક્ટોબરના રોજ પ્રથમ માળેથી સામાનનું પોટલું નીચે ફેંકતી વખતે પોટલાં સાથે તે પણ નીચે પટકાયો હતો. આ અકસ્માતમાં તેમને માથા અને ચહેરાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તા. ૧૭ ઓક્ટોબરના રોજ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

આ ઉપરાંત ચોથા અપમૃત્યુના બનાવમાં જેતપરડા વિસ્તારમાં કારખાનામાં વીજ કરંટ લાગતાં શ્રમિકનું મોત:

વાંકાનેરના જેતપરડા વિસ્તારમાં આવેલી મલ્ટીસ્ટોન ગ્રેનાઈટ ફેક્ટરીમાં કામ કરતા ૩૧ વર્ષીય રવિકુમાર રમેશચંદ્ર ગેહલોતને કામ દરમિયાન વીજ કરંટ લાગ્યો હતો. જેમાં હોપર નીચે લોખંડની પાવડી ખસેડતી વખતે પાવડી વીજ વાયરને અડી જતા રવિકુમારને જોરદાર વીજકરંટ લાગ્યો હતો. જેથી તાત્કાલિક તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી રવિકુમારને મૃત જાહેર કર્યા હતા.

વાંકાનેરમાં બીમારી બાદ બેભાન થઈ ગયેલ ૧૫ વર્ષીય કિશોરનું મોત:

મૂળ નવાગાવ બ્રિન્દી જી.પશ્ચિમસિંહભુમ ઝારખંડનો વતની ૧૫ વર્ષીય જગદીશ અર્જુન તમસોય ગત તા.૧૨/૧૦ના રોજ ઢુંવા-માટેલ રોડ પર આવેલી ગ્રેસ સિરામિકમાં રહેતા પોતાના મામા પાસે આવ્યો હતો. તે દરમિયાન છેલ્લા ત્રણથી ચાર દિવસથી જગદીશને તાવ આવતો હતો. ત્યારે તેની તબિયત વધુ લથડતાં તે બેભાન થઈ ગયો હતો. જે બાદ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેને વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તબીબે તેને જોઈ તપાસી મરણ ગયાનું જાહેર કર્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!