Tuesday, October 20, 2026
HomeGujaratમોરબીના ભડીયાદ નજીક મિલેનિયા સીરામિકની ઓફિસમાંથી રૂ.૫.૮૦ લાખની ચોરી

મોરબીના ભડીયાદ નજીક મિલેનિયા સીરામિકની ઓફિસમાંથી રૂ.૫.૮૦ લાખની ચોરી

બારીનો કાચ તોડી ઓફિસમાં ઘૂસેલા તસ્કરની કરતૂત સીસીટીવીમાં કેદ.

- Advertisement -
- Advertisement -

મોરબીના ભડીયાદ રોડ પર રેલવે ફાટક નજીક આવેલી મિલેનિયા સીરામિકની ઓફિસમાંથી રોકડા રૂ.૫.૮૦ લાખની ચોરી થઈ છે. અજાણ્યો તસ્કર બારીનો કાચ તોડી ઓફિસમાં પ્રવેશ્યો હતો અને કબાટના ડ્રોઅરનું લોક તોડી રોકડ રકમ ચોરી ગયો હતો. બનાવ અંગે કારખાનેદારની ફરિયાદના આધારે તાલુકા પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી વિગતો મુજબ, રવાપર રોડ પર એવન્યુ પાર્ક સ્થિત રિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા અને મિલેનિયા સીરામિકમાં ભાગીદાર નરભેરામભાઈ ઉર્ફે રામભાઈ નારણીયાએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ગઈ તા.૧૫ ઓક્ટોબરની રાત્રે કારખાનાના ભાગીદારો અને કર્મચારીઓ કામ પૂર્ણ કરીને ઘરે ગયા હતા. એકાઉન્ટ વિભાગ સંભાળતા કર્મચારી ચિરાગભાઈએ બિલની રકમમાંથી આશરે રૂ.૫.૮૦ લાખ ઓફિસના ટેબલ પાછળ આવેલા ફર્નિચરના કબાટમાં રાખ્યા હતા.

બીજા દિવસે સવારે સફાઈ કામ માટે આવેલી મહિલાએ ઓફિસની બારીનો કાચ તૂટેલો અને કબાટના ડ્રોઅરનું લોક ખુલ્લું હોવાનું જણાવતા, ચોરીની જાણ થઈ હતી. તપાસ દરમિયાન કબાટમાંથી રોકડ રકમ ગાયબ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ તા.૧૭ ઓક્ટોબરે ફેક્ટરીના સીસીટીવી કેમેરા તપાસતાં રાત્રે આશરે ૧૧થી ૧૨:૩૦ વાગ્યા દરમિયાન ૨૫થી ૩૦ વર્ષનો અજાણ્યો શખ્સ ઓફિસમાં આવતો-જતો જોવા મળ્યો હતો. આશરે સાડા પાંચ ફૂટ ઊંચાઈ ધરાવતો આ શખ્સ કાળી ટોપી અને ચશ્માં પહેરેલો હોવાનું સીસીટીવીમાં દેખાયું હતું.

આરોપીએ બારીનો કાચ તોડી ઓફિસમાં પ્રવેશ કરી કબાટના ડ્રોઅરનું લોક તોડી રૂ.૫.૮૦ લાખની ચોરી કરી હતી. હાલ મોરબી તાલુકા પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુનો નોંધી તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!