મોરબીના ખેવાળીયા અને નારણકા ગામ વચ્ચે આવેલી વાડીમાં ૧૨ વર્ષીય આશાબેને ઝેરી દવા પી લેતાં તેનું મોત નીપજ્યું હતું. મૃત્યુના બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આપઘાત કરવા અંગેના કારણો સહિતની તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ખેવાળીયા ગામે રહેતા આશાબેન મેરસિંગભાઈ ઉવ.૧૨એ ગઈકાલ તા.૨૦ ઓક્ટોબરના રોજ બપોરે આશરે ૧૨ વાગ્યે ખેવાળીયા-નારણકા વચ્ચે ભરતભાઈ કાનજીભાઈની વાડીમાં કોઈ કારણોસર મોનોકોટો દવા પી લેતા તેણીનું મોત નીપજ્યું હતું. હાલ મોરબી તાલુકા પોલીસે મરણ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.






