ધૈર્યરાજ ની સારવાર નો ટાર્ગેટ પૂર્ણ : સારવાર માટે ની મોટી રકમ થઈ ગઈ એકત્ર ન્યુઝ 18 ગુજરાતી ની મુહિમ રંગ લાવી
ન્યુઝ18માં પ્રસારીત થયેલા અહેવાલના 42 દિવસ બાદ જ ટાર્ગેટ પૂર્ણ, હવે માસૂમ ધૈર્યરાજ ની થશે સર્જરી

અમદાવાદ : મહીસાગર જિલ્લાના કાનેસર ગામના માત્ર 3 વર્ષના માસૂમ બાળક ધૈર્યરાજસિંહ ગંભીર જિનેટીક બિમારીથી પીડાઈ રહ્યા છે. જેની સારવાર માટે અમેરિકાથી 16 કરોડનું ઈજેક્શન લાવવું પડે તેમ છે. આ બાળકને નવજીવન મળે તે માટે ન્યૂઝ 18નાં માધ્યમથી સૌ પહેલી અપીલ કરવામા આવી હતી. ન્યૂઝ 18 ગુજરાતીની મુહિમ અંતર્ગત 16 કરોડ 3 લાખ એકઠાં થયા છે. આ પ્રસંગે માતા ખૂબ લાગણી થઈ ગયા હતા અને તેમણે કહ્યું, મારે ભાઈ નથી પણ રાજ્યના ખૂણે ખૂણેથી મારા દીકરાને મદદ કરનાર સૌ ભાઈઓનો આભાર

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કાનેસર ગામના એક મધ્યમ વર્ગીય પરિવારમાં ત્રણ માસનો બાળક ગંભીર બીમારીનો શિકાર બન્યો છે. તેને લઇને ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા ભારત તેમજ ગુજરાતના ખૂણે ખૂણેથી દાન સ્વરૂપે માતબર રકમ મળી રહે તે હેતુથી 34 દિવસ પહેલા મુહિમ ઉઠાવી અને સતત અહેવાલ પ્રસારિત કર્યા હતા. જેને લઇને ભારત તેમજ ગુજરાતના ખૂણે ખૂણેથી ભામાશાઓ દ્વારા દાન સ્વરૂપે બાળકના ખાતામાં ઓનલાઇન 16.3 કરોડની માતબર રકમ આવી ચૂકી છે.

આ અંગે ધૈર્યરાજના પિતાએ જણાવ્યું હતું કે ‘અમને શરૂઆતમાં આ અશક્ય લાગતું હતું પરંતુ અમે આ અંગે અભિયાન શરૂ કર્યુ, રાજ્યના દરેક સમાજના લોકોએ અમને મદદ કરી. પહેલાં 8 કરોડ રૂપિયા સુધી ખૂબ મુશ્કેલી પડી પરંતુ અમારા આશ્ચર્ય વચ્ચે અમને પૈસા મળી ગયા છે.’હવે અમે સરકારમાં ટેક્સ બેનિફિટ માટે અરજી કરી દીધી છે. અમને સરકાર જલ્દીથી જલ્દી ટેક્સ ફ્રી કરવાની પ્રોસેસ કરી દે તો અમે જલ્દીથી જલ્દી આ પ્રોસેસ કરી દઈશું. આગળ ટેક્સ બેનિફીટ થઈ જતા દવા મંગાવી અને મુંબઈની હિંદુજા હૉસ્પિટલમાં સારવાર કરાવવાની છે.’

‘ધૈર્યરાજના માતાએ જણાવ્યું કે અમને સૌનો સારો સાથ સહાકર મળી રહ્યા છે. આજે મારે ભાઈ નથી પરંતુ એવું કહેવાય છે કે જેનું કોઈ નથી એનો ભગવાન હોય છે અને આજે રાજ્યનો એક એક વ્યક્તિ મારા ભાઈની જેમ સાથે ઉભો રહ્યો છે.’ ‘ધૈર્યરાજના પિતાએ જણાવ્યું કે આ જીન થેરાપી નામનું એક વેક્સીન આવશે જેના માટે પૈસા આપવામાં આવશે. આ ઇન્જેકશન ડૉ.નીલુ દેસાઈ નામના તબીબ આ ઈન્જેકનશ આપશે. આ મેડમ પાસે જ અમે દવા કરશે. આ દવાનો ઓર્ડર આપીશું એના 12-15 દિવસમાં દવા આવી જશે.’ આ દવાની રિકવરી દરેક વ્યક્તિના શરીરના બંધારણ પ્રમાણે આપવામાં આવતી હોય છે. ધૈર્યરાજ આવતા મહિને 5 મહિનાનો થશે તો ટૂંક સમયમાં તેની અસર થવાની શરૂ થઈ જશે. આજે ગુજરાતનો આ પ્રથમ કિસ્સો છે જેમાં આટલું મોટું દાન એકઠું થયું છે.


 
                                    






