વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં ગ્રીન વિટેક કારખાનાની દીવાલ પાસે આશરે ૩૫થી ૪૦ વર્ષની અજાણી મહિલાનો કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં પોલીસે મરણ નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
વાંકાનેરના રંગપર ગામની સીમમાં ગ્રીન વિટેક કારખાનાની દીવાલ પાસે ગઈકાલે તા.૨૧ ઑક્ટોબરના રોજ આશરે ૩૫થી ૪૦ વર્ષની અજાણી મહિલાનો મૃતદેહ કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસ સ્થળ ઉપર પહોંચી મૃતદેહને હોસ્પિટલમાં ખસેડાયો હતો. હાલ પોલીસે અ. મોતની નોંધ કરી મૃતકના વાલી વારસ સહિતની શોધખોળ શરૂ કરી છે.






