મોરબી તાલુકાના જોધપર (નદી) ગામે રહેતી અને એક મહિના પહેલાં જ પ્રસૂતિ થયેલી ૨૨ વર્ષીય તમન્નાબેન નિનામાનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકાના જોધપર(નદી) ગામે રહેતાં તમન્નાબેન આશિષભાઈ નિનામા ઉવ.૨૨ની એક મહિના પહેલાં પ્રસૂતિ થઈ હતી. ત્યારે ગઈકાલ તા.૨૧ ઓક્ટોબરના રોજ તેમને મૃત હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યાં હતાં. બનાવ અંગે જાણ થતાં પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી ઇન્કવેસ્ટ પંચનામા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આગળની તપાસ જેતપર ઓપીના પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.જી. દેત્રોજાને સોંપવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં મૃતકના લગ્નને ત્રણ વર્ષ થયાં હતાં.






