Saturday, October 24, 2026
HomeGujaratમોરબીના તળાવીયા શનાળા ગામ નજીકથી વિદેશી દારૂ ભરેલી ઇકો કાર સાથે એક...

મોરબીના તળાવીયા શનાળા ગામ નજીકથી વિદેશી દારૂ ભરેલી ઇકો કાર સાથે એક શખ્સ ઝડપાયો

૨૭૬ બોટલ દારૂ, કાર અને મોબાઇલ સહિત રૂ. ૪.૦૯ લાખનો મુદ્દામાલ કબજે: ત્રણ શખ્સોની શોધખોળ.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામથી પીપળી તરફ જતા કાચા રસ્તે વોકળા પાસેથી તાલુકા પોલીસે ઇંગ્લિશ દારૂ ભરેલી ઇકો કાર ઝડપી પાડી હતી. કારમાંથી ૨૭૬ બોટલ દારૂ મળી આવતાં એક શખ્સની ધરપકડ કરી રૂ.૪,૦૯,૪૬૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

મોરબી તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમ પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન મળેલી બાતમીના આધારે તળાવીયા શનાળા ગામથી પીપળી તરફ જતા કાચા રસ્તે વોકળા પાસે દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન ઇંગ્લિશ દારૂ ભરેલી ઇકો કાર રજી.નં. જીજે-૧૩-સીએ-૧૮૫૨ સાથે ધર્મેન્દ્રભાઈ ઉર્ફે કાનો ડાયાભાઈ હડીયલ ઉવ.૨૧ રહે. રાવળીયાવદર તા.ધ્રાંગધ્રા, જી.સુરેન્દ્રનગર વાળાને ઝડપી પાડવામાં આવ્યો હતો.

પોલીસે કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની કુલ ૨૭૬ બોટલ કિ.રૂ.૧,૯૪,૪૬૦/- આ ઉપરાંત રૂ.૨ લાખની ઇકો કાર અને રૂ.૧૫ હજારનો મોબાઇલ ફોન મળી કુલ રૂ.૪,૦૯,૪૬૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલ આરોપીની સઘન પૂછતાછમાં દારૂ મોકલનાર વિજયભાઈ રાતડીયા તેમજ દારૂ મંગાવનાર રોહિતભાઈ રાજેશભાઈ કગથળાનું નામ ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!