Tuesday, October 27, 2026
HomeGujaratમોરબીના કુબેરનગર-૩માંથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો

મોરબીના કુબેરનગર-૩માંથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો

એન્ટી નાર્કોટિક્સ વિંગે રહેણાંક મકાનમાં દરોડો પાડી ૨૦.૧૪ ગ્રામ મેફેડ્રોન સહિત કુલ રૂ.૭૦,૮૨૦/-નો મુદ્દામાલ કબજે કર્યો.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં યુવાધનને નશાના રવાડે જતું અટકાવવા ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન મોરબી એન્ટી નાર્કોટિક્સ વિંગે કુબેરનગર-૩ના રહેણાંક મકાનમાંથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમીના આધારે રોયલ પાર્ક નવલખી રોડ ખાતે રહેતા રેનીશભાઈ હિરાભાઈ પરેશાના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી ૨૦.૧૪ ગ્રામ મેફેડ્રોન પાવડર, મોબાઈલ ફોન અને ઇલેક્ટ્રોનિક વજનકાંટો મળી કુલ રૂ.૭૦,૮૨૦/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ સાથે આરોપી સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ અને મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાથી ‘સે નો ટુ ડ્રગ્સ’ મિશન હેઠળ એન્ટી નાર્કોટિક્સ વિંગે ગઈકાલ તા.૨૬/૧૦/૨૦૨૬ના રોજ કાર્યવાહી કરી હતી. જેમાં પોલીસને બાતમી મળી હતી કે, મોરબી નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગર-૩માં રહેતા રેનીશભાઈ પરેશા પોતાના રહેણાંક મકાનમાં મેફેડ્રોનનો જથ્થો રાખી વેચાણ કરે છે.

જેથી એન્ટીનાર્કોટિક્સ વિંગના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી.ખરાડી અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એન.એચ.ગઢવીના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત રહેણાંક મકાનમાં ટીમ દ્વારા રેઇડ કરવામાં આવી હતી, ત્યારે દરોડા દરમિયાન ૨૦.૧૪ ગ્રામ મેફેડ્રોન કિ.રૂ.૧૦,૪૨૦/-, સેમસંગ મોબાઈલ ફોન કિ.રૂ.૧૦,૦૦૦/- અને ઇલેક્ટ્રોનિક વજનકાંટો કિ.રૂ.૫૦૦/- એમ કુલ રૂ.૭૦,૮૨૦/-નો મુદ્દામાલ કબજે કરાયો હતો. અને પકડાયેલ આરોપી સામે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની તપાસ તેજ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!