Tuesday, October 27, 2026
HomeGujaratચરાડવામાં જુગારની મિની ક્લબ પર ક્રાઈમ બ્રાન્ચનો દરોડો, ૧૨ જુગારી ઝડપાયા

ચરાડવામાં જુગારની મિની ક્લબ પર ક્રાઈમ બ્રાન્ચનો દરોડો, ૧૨ જુગારી ઝડપાયા

ભરડીયાની ઓરડીમાંથી ગંજીપત્તા અને રોકડ સહિત રૂ.૧.૪૧ લાખનો મુદ્દામાલ કબજે, હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં અદાણી સીએનજી પેટ્રોલ પંપની સામે આવેલી ભરડીયાની ઓરડીમાં આંદરણા ગામના જયસુખભાઈ ઓધવજીભાઈ પટેલ જુગારનો અખાડો ચલાવતો હોવાની મળેલ બાતમીને આધારે મોરબી એલસીબી અને પેરોલ-ફર્લો સ્ક્વોડે સંયુક્ત દરોડો પાડ્યો હતો. જેમાં ઉપરોક્ત આરોપી પોતાની કબજા-ભોગવટાવાળી ઓરડીમાં બહારથી લોકોને બોલાવી પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમાડતો હોવાની માહિતી મળી હતી. તેના આધારે પોલીસની ટીમે પંચો સાથે દરોડો પાડતા જ્યાં જુગાર રમતા (૧)જયસુખભાઈ ઓધવજીભાઈ પટેલ ઉવ.૫૦ રહે.આદરણા તા.મોરબી, (૨)દિલીપભાઈ મનજીભાઈ પટેલ ઉવ.૫૧ રહે. મારુતિનંદન સોસાયટી મોરબી, (૩)કિશનભાઈ મુકંદરાય ગોંડલીયા ઉવ.૩૭ રહે.કુબેરનગર શેરી નં. ૩ મોરબી, (૪)ફેનીલભાઈ કિરીટભાઈ પટેલ ઉવ.૩૮ રહે. મિલન પાર્ક મહેન્દ્રનગર મોરબી, (૫)હરિમિત્ર હેમશંકરભાઈ રાવળ ઉવ.૩૬ રહે.કુબેરનગર-૨ નવલખી રોડ મોરબી, (૬)જીગ્નેશભાઈ અરવિંદભાઈ પટેલ ઉવ.૩૯ રહે.અલાપરોડ મોરબી, (૭)મયંકભાઈ તળશીભાઈ પટેલ ઉવ.૩૭ રહે.ધર્મમંગલ-૨, મહેન્દ્રનગર મોરબી, (૮)જયદીપભાઈ વાલજીભાઈ પટેલ ઉવ.૩૨ રહે.શ્રીજી પેલેસ એપાર્ટમેન્ટ રવાપર મોરબી, (૯)હરગોવિંદભાઈ શંકરભાઈ પટેલ ઉવ.૩૩ રહે.ઉમા રેસિડેન્સી મહેન્દ્રનગર મોરબી,(૧૦)રમેશભાઈ વેલાભાઈ ભરવાડ ઉવ.૩૧ રહે.સમલી તા.હળવદ, (૧૧)હરેશભાઈ ઓધવજીભાઈ પટેલ ઉવ.૩૫ રહે.ધર્મમંગલ સોસાયટી મહેન્દ્રનગર-૨ મોરબી અને (૧૨)મનસુખભાઈ મગનભાઈ પટેલ ઉવ.૫૦ રહે.પ્રભુકૃપા-બી-૨ મહેન્દ્રનગર-૨ મોરબી વાળાને રોકડા રૂ.૧,૪૨,૫૦૦/- સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ આરોપીઓ સામે હળવદ પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!