મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બે અલગ-અલગ સ્થળે દરોડા પાડી વિદેશી દારૂની કુલ ૧૯૩ બોટલ કિ.રૂ.૪૩,૨૪૫/- કબજે કરી બે શખ્સોને ઝડપી લીધા હતા.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન દારૂના બે અલગ-અલગ કેસમાં કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પ્રથમ બનાવમાં મોરબી-૨ ખાતે શાંતીવન સોસાયટીમાં ચિંતન વિદ્યાલય સામેના રસ્તા પરથી રાજુભા સુન્દરલાલ મોર્ય ઉવ.૪૬ રહે. શાંતીવન સોસાયટી ચિંતન વિદ્યાલય પાસે મોરબી મૂળરહે. ઓઈ ગામ જી. રાયબરેલી ઉત્તર પ્રદેશ વાળાને પોલીસે ઝડપી લીધો હતો. તેની પાસેથી ‘૮પીએમ વ્હિસ્કી’ની કુલ ૩૭ બોટલ કિ.રૂ.૯,૨૫૦/- મળી આવી હતી.
જ્યારે બીજા બનાવમાં શોભેશ્વર રોડ પર કુબેરધાર મફતીયાપરા વિસ્તારમાં રહેણાંક મકાન પાસે બાવળની કાંટમાંથી આબીદભાઈ હસનભાઈ ભટ્ટી ઉવ.૨૦ રહે. કુબેરધાર મફતીયાપરા શોભેશ્વર રોડ મોરબી મૂળરહે. કાજરડા ગામ તા.માળીયા(મી) વાળાને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી વિદેશી દારૂની બે અલગ અલગ બ્રાન્ડની કુલ ૧૫૬ બોટલ કિ.રૂ.૩૩,૯૯૫/- મળી આવી હતી. હાલ બી ડિવિઝન પોલીસે બંને આરોપીઓની અટક કરી તેમની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






