Thursday, October 29, 2026
HomeGujaratવાંકાનેરના ખીજડિયામાં જૂની અદાવતમાં પ્રૌઢ પર પાઇપ-ધોકાથી હુમલો

વાંકાનેરના ખીજડિયામાં જૂની અદાવતમાં પ્રૌઢ પર પાઇપ-ધોકાથી હુમલો

વેન્યુ કારમાં કરેલા નુકસાનનો ખાર રાખી પાંચ શખ્સોએ હુમલો કર્યો. પાંચ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરના ખીજડિયા ગામે જૂની અદાવતમાં ૫૪ વર્ષીય નારણભાઈ સરૈયા પર પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કરાયાની ફરિયાદ નોંધાઈ છે. હુમલામાં તેમના માથા અને શરીરે ઇજાઓ થઈ હતી તથા જમણા હાથની આંગળીઓમાં ફ્રેક્ચર થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

વાંકાનેર તાલુકાના ખીજડિયા ગામે બે પરિવાર વચ્ચે અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં મારામારીની ઘટના સામે આવી હતી. જેમાં ખીજડિયા ગામના રહેવાસી અને ડ્રાઇવિંગ કામ કરતા નારણભાઈ લખમણભાઈ સરૈયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા.૧૯ ઓક્ટોબરના રોજ તેઓ પત્ની સાથે વાંકાનેરથી ખરીદી કરીને મોટરસાઇકલ પર ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ખીજડિયા ગામ નજીક આરોપી સાગરભાઈ મોમભાઈ ડાભીના ગોડાઉન પાસે પહોંચતાં પાંચ શખ્સોએ તેમને રોક્યા હતા.

જેમાં ગત તા. ૧૭ ઓક્ટોબરે બંને પરિવાર વચ્ચે થયેલા ઝઘડામાં આરોપી સાગરભાઈની વેન્યુ કારને નુકસાન થયું હતું. આ નુકસાનના પૈસા આપવા બાબતે બોલાચાલી થયા બાદ આરોપી સાગરભાઈ ડાભી, મોમભાઈ ભીખાભાઈ ડાભી અને કેણાભાઈ ભીખાભાઈ ડાભી બધા રહે. ખીજડિયા વાળાએ લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો, જ્યારે આરોપી ભરતભાઈ મૈયાભાઈ ગરીયાએ પાઇપ વડે માથામાં મારતાં નારણભાઈએ બચાવ માટે હાથ આડો ધર્યો હતો, જેમાં તેમના જમણા હાથની આંગળીઓમાં ફ્રેક્ચર જેવી ઇજા થઈ હતી. આ ઉપરાંત આરોપી મોમભાઈ પોલાભાઈ ગરીયાએ પણ લાકડી વડે વાંસાના ભાગે માર માર્યો હતો.

ઇજાગ્રસ્ત નારણભાઈને સારવાર માટે કુવાડવા સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ રાજકોટની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. અગાઉ સામા પક્ષે પણ ફરિયાદ નોંધાવી હોવાથી ધરપકડના ડરથી તેઓ પોલીસ સમક્ષ આવ્યા નહોતા અને હાલ નારણભાઇ પોલીસ રિમાન્ડ પર હોવાથી ફરિયાદ નોંધાવી છે. હાલ વાંકાનેર તાલુકા પોલીસે નારણભાઈની ફરિયાદને આધારે પાંચેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા તથા જીપી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!