મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પોલેન્સ ગ્રેનાઇટો સિરામિકની લેબર કોલોનીમાં કામ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રીજા માળેથી નીચે પટકાતા માથામાં ગંભીર ઈજા પામેલા શ્રમિકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મોરબીના સાપર ગામની સીમમાં શાપર-જેતપર રોડ પર આવેલી પોલેન્સ ગ્રેનાઇટો સિરામિકની લેબર કોલોની નં.૨ માં રહેતા રાકેશ રામપ્રસાદ માલવીયા ઉવ.૩૮ કામ કરતી વખતે કોઈ કારણોસર ત્રીજા માળેથી નીચે પટકાયા હતા. જે બનાવમાં રાકેશભાઈને માથામાં ગંભીર ઈજા થતાં તેમને શિવમ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોત નોંધી આગળની તપાસ હાથ ધરી છે.






