Tuesday, November 3, 2026
HomeGujaratમોરબીના લાલપરમાં હોટલ માલિક પર સ્પા સંચાલકે છરીથી હુમલો કર્યો, ૧૨થી ૧૩...

મોરબીના લાલપરમાં હોટલ માલિક પર સ્પા સંચાલકે છરીથી હુમલો કર્યો, ૧૨થી ૧૩ ટાંકા આવ્યા

હોટલ સામે મહિલાની સાથે બોલાચાલી કરતા શખ્સને સમજાવવા જતાં પાછળથી આવી સાથળના ભાગે છરીનો ઘા ઝીંક્યો.

- Advertisement -
- Advertisement -

મોરબીના લાલપર ગામની સીમમાં આવેલી હોટલના માલિક ઉપર સ્પા સંચાલક પવન ઉર્ફે પવો કોળી નામના શખ્સે છરી વડે હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ હુમલામાં હોટલ માલિકના ડાબા પગના સાથળના ભાગે ગંભીર ઈજા થતાં ૧૨થી ૧૩ ટાંકા આવ્યા હતા.

મોરબીના રોયલ હાઈટ્સ ઉમા ટાઉનશીપ ખાતે રહેતા ૫૩ વર્ષીય જીતેન્દ્રભાઈ છગનભાઈ હીંગરાજીયા લાલપર ગામની સીમમાં રિયલ પ્લાઝા-૨ કોમ્પ્લેક્સમાં પટેલ એસી ડાઇનિંગ હોલ નામની હોટલ ધરાવે છે. ગત તા. ૩૦ ઓક્ટોબરની રાત્રે તેઓ હોટલમાં દિવાળીની સાફસફાઈ કરાવી રહ્યા હતા. આ દરમિયાન તા.૩૧ ઓક્ટોબરના આશરે એક વાગ્યે હોટલ સામે સ્નુગલ ફેમિલી સ્પા વાળો પવન ઉર્ફે પવો કોળી એક મહિલા સાથે બોલાચાલી કરતો હતો. આ સમયે જીતેન્દ્રભાઈ તેને સમજાવવા ગયા હતા. ત્યારબાદ તેઓ પોતાની હોટલ તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે આરોપી પવન ઉર્ફે પવોએ પાછળથી આવી છરી વડે તેમના ડાબા પગમાં ઘૂંટણથી ઉપર સાથળના ભાગે ઘા ઝીંકી લેતા, લોહીલુહાણ હાલતમાં જીતેન્દ્રભાઈએ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતાં તેમને મોરબીની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ રિફર કરાયા હતા, જ્યાં તેમના પગમાં ૧૨થી ૧૩ ટાંકા લેવામાં આવ્યા હતા. હાલ જીતેન્દ્રભાઈની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી પવન ઉર્ફે પવો કોળી રહે.મોરબી વાળા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!