Wednesday, November 4, 2026
HomeGujaratમોરબી ખનીજ વિભાગ આકરા પાણીએ: ખનીજ અધિકારીને ધમકી,કબ્જે કરેલ વાહનો છોડાવી જનાર...

મોરબી ખનીજ વિભાગ આકરા પાણીએ: ખનીજ અધિકારીને ધમકી,કબ્જે કરેલ વાહનો છોડાવી જનાર ખનીજ માફિયાઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી: રૂ.61.77 લાખનો દંડ

મોરબી ખનીજ વિભાગ આકરા પાણીએ: ખનીજ અધિકારીને ધમકી,કબ્જે કરેલ વાહનો છોડાવી જનાર ખનીજ માફિયાઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી: રૂ.61.77 લાખનો દંડજૂના સાદુળકા નજીક મચ્છુ નદીના પટમાં ગેરકાયદેસર ખનનનો મામલો, ખનીજ વિભાગની ટીમ સાથે ઝપાઝપી કરી જપ્ત વાહનો ભગાવી ગયા હતા

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લામાં ગેરકાયદેસર ખનન સામે ખાણ-ખનીજ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. જૂના સાદુળકા નજીક મચ્છુ નદીના પટમાં ગેરકાયદેસર રીતે સાદી રેતીનું ખનન ઝડપાયા બાદ ખનીજ વિભાગની ટીમ સાથે બોલાચાલી અને ધમકી આપી જપ્ત કરાયેલા વાહનો ભગાવી જવાના મામલે ત્રણ શખ્સોને કુલ રૂ. 61,77,183નો દંડ ભરવા નોટિસ પાઠવવામાં આવી છે.

મળતી વિગતો મુજબ, મોરબી ખાણ-ખનીજ વિભાગની ટીમ દ્વારા જૂના સાદુળકા નજીક મચ્છુ નદીના પટમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન સ્થળ પર ગેરકાયદેસર ખનન થતું હોવાનું સામે આવ્યું હતું. જેથી વિભાગની ટીમે વાહનો જપ્ત કરવાની કાર્યવાહી કરી હતી. જોકે, બે વાહનોમાં આવેલા શખ્સોએ ટીમ સાથે બોલાચાલી કરી ધમકી આપ્યા બાદ જપ્ત કરાયેલા વાહનો ભગાડી ગયા હતા અને આ જ બાબતે અન્ય વ્યક્તિ દ્વારા લાલબાગ ખાતે આવી જિલ્લા ખનીજ અધિકારીની કાર રોકી તેને મારી નાખવાની ધમકી આપી હતી.

આ બનાવ અંગે ખાણ-ખનીજ વિભાગની કચેરી દ્વારા ગત તા. 27-10-2026ના રોજ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.દરમિયાન કચેરીના સર્વેયર દ્વારા કરવામાં આવેલી માપણીમાં મચ્છુ નદીના પટમાંથી કુલ 17,663.07 મેટ્રિક ટન સાદી રેતીનું બિનઅધિકૃત ખનન થયાનું સામે આવ્યું હતું.

આ મામલે ખાણ-ખનીજ વિભાગે જયદીપસિંહ જીવુભા ઝાલા ઉર્ફે મુન્નાસિંહ, માનવેન્દ્રસિંહ બલભદ્રસિંહ ઝાલા અને હરદીપસિંહ દિલીપસિંહ જાડેજાને નોટિસ પાઠવી છે. ત્રણેયને એક્સેવેટર મશીનના માલિક અને વહીવટકર્તા તરીકે જવાબદાર ઠેરવી કાર્યવાહી કરવામાં આવી છે.જેમાં ગેરકાયદેસર ખનન બદલ રૂ. 42,39,137 તેમજ કમ્પાઉન્ડિંગ ફી રૂ. 2,00,000 અને -પર્યાવરણીય નુકસાની વળતર રૂ. 17,38,046 મળી કુલ રૂ. 61,77,183ની રકમ ભરપાઈ કરવા નોટિસમાં જણાવાયું છે.

વધુમાં, ત્રણેયને આગામી તા. 17-11-2026ના રોજ બપોરે 12 વાગ્યે મોરબી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાની કચેરી ખાતે જરૂરી આધાર-પુરાવા સાથે ભૂસ્તરશાસ્ત્રી સમક્ષ રૂબરૂ હાજર રહી પોતાનો ખુલાસો રજૂ કરવા જણાવાયું છે.નિયત સમયમર્યાદામાં દંડની રકમ ભરપાઈ નહીં કરવામાં આવે અથવા જરૂરી પુરાવા સાથે રજૂઆત નહીં કરવામાં આવે તો સંબંધિત એક્સેવેટર મશીનો કોર્ટ મારફતે રાજ્યસાત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી પણ નોટિસમાં ચેતવણી આપવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!