Friday, November 6, 2026
HomeGujaratમોરબીમાં ગાળો બોલવાની ના પાડતા યુવક ઉપર લાકડાના ધોકાથી હુમલો

મોરબીમાં ગાળો બોલવાની ના પાડતા યુવક ઉપર લાકડાના ધોકાથી હુમલો

લખધીરવાસ ભવાની ચોક પાસે બનેલી ઘટનામાં યુવકને માથામાં ટાંકા આવ્યા: શનાળાના યશરાજસિંહ રાણા સામે પોલીસ ફરિયાદ.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં ગાળો બોલવાની ના પાડતા યુવક ઉપર લાકડાના ધોકાથી હુમલો

મોરબીના ભવાની ચોક નજીક બક્ષી શેરીમાં રહેણાક વિસ્તાર નજીક ગાળો બોલવાની ના પાડતા શખ્સે યુવકને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં લાકડાના ધોકાથી યુવકને માથામાં બે ઘા મારી ઇજા પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મોરબીના બક્ષી શેરી ભવાની ચોક લગધીરવાસ ખાતે રહેતા અને ફોટોગ્રાફીનું કામ કરતા કિશનભાઈ રમણીકભાઈ પનારા ઉવ.૩૦એ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા. ૨૫/૧૦ના રાત્રિના તેઓ શેરીના નાકે આવેલી યોગી જનરલ સ્ટોર નામની દુકાને સોડા લેવા જતા હતા. તે વખતે દુકાનની બાજુમાં ઓટલા પર બેઠેલા શનાળા ગામના યશરાજસિંહ આનંદસિંહ રાણા તથા અન્ય કેટલાક શખ્સો ગાળો બોલી દેકારો કરતા હતા. જેથી કિશનભાઈએ રહેણાક વિસ્તાર હોવાથી ગાળો નહીં બોલવા જણાવતા યશરાજસિંહે ઉશ્કેરાઈને ગાળો આપી છરી બતાવી છરી મારી દેવાની ધમકી આપી હતી.

ત્યારબાદ કિશનભાઈ દુકાનમાંથી સોડા લઈને ઘરે જવા નીકળ્યા ત્યારે યશરાજસિંહે પાછળ આવી લાકડાના ધોકાથી માથાના પાછળના ભાગે એક અને ઉપરના ભાગે બીજો ઘા માર્યો હતો. ઇજાગ્રસ્ત કિશનભાઈને મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં માથામાં બે અલગ-અલગ જગ્યાએ ટાંકા લેવામાં આવ્યા બાદ વધુ તપાસ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા હતા. હાલ ફરિયાદી કિશનભાઈની ફરિયાદને આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી યશરાજસિંહ આનંદસિંહ રાણા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા જીપી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!