Wednesday, November 11, 2026
HomeGujaratવાંકાનેરમાં ચકલા-પોપટનો જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

વાંકાનેરમાં ચકલા-પોપટનો જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

પચ્ચીસ વારીયા ઈંટના ભઠ્ઠા નજીક વાંકાનેર સીટી પોલીસની કાર્યવાહી, રૂ.૧,૦૫૦/- રોકડા કબજે કરાયા.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે પચ્ચીસ વારીયા ઈંટના ભઠ્ઠા પાસે દરોડો પાડ્યો હતો. જ્યાં જાહેરમાં ચિત્રોવાળા બેનર પર પૈસાની લેતી-દેતી કરી ચકલા-પોપટનો હારજીતનો જુગાર રમતા ધર્મેશભાઈ કાનજીભાઈ સરવૈયા ઉવ.૩૦ રહે. ગુલાબનગર વાંકાનેર અને રાહુલ ઉર્ફે મુનાભાઈ રાજુભાઈ પરીયા ઉવ.૩૪ રહે. પચ્ચીસ વારીયા વાંકાનેર વાળા મળી આવ્યા હતા. પોલીસે બંનેને ઝડપી લઈ જુગારના સાહિત્ય સાથે કુલ રૂ.૧,૦૫૦/- રોકડા કબજે કર્યા હતા. આ સાથે બંને આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!