ગળાના કેન્સરથી પીડિત ૪૪ વર્ષીય સુરેશભાઈ થરેસાનું સારવાર દરમિયાન મોત.
મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે ગળાના કેન્સરની બીમારીથી પીડિત ૪૪ વર્ષીય આધેડનું મોત નિપજતા તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી છે.
જુના નાગડાવાસ ગામના કોળીવાસમાં રહેતા સુરેશભાઈ વેરશીભાઈ થરેસા ઉવ.૪૪નું ગળાના કેન્સરની બીમારીના કારણે ગઈકાલ તા.૧૧ નવેમ્બરના રોજ મોત નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સિવિલ હોસ્પિટલના તબીબે જાણ કરતાં મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






