Friday, November 13, 2026
HomeGujaratહળવદની કરાચી કોલોનીમાં પાણીની સફાઈ અને વાલ્વ બંધ કરવા મુદ્દે પાડોશીઓ બાખડ્યા

હળવદની કરાચી કોલોનીમાં પાણીની સફાઈ અને વાલ્વ બંધ કરવા મુદ્દે પાડોશીઓ બાખડ્યા

બંને પક્ષે સામસામી ફરિયાદમાં દંપતી સહિત ત્રણ સામે ગુનો નોંધાયો.

- Advertisement -
- Advertisement -

હળવદની કરાચી કોલોનીમાં પાણીથી સાફસફાઈ કરવા અને પાણીનો વાલ્વ ચાલુ-બંધ કરવા જેવી નજીવી બાબતે બે પાડોશી પરિવારો વચ્ચે વિવાદ થયો હતો. જેમાં બંને પક્ષે હળવદ પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે દંપતી સહિત ત્રણ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રથમ પક્ષની પોલીસ ફરિયાદ મુજબ, રૂબીનાબેન ઇરફાનભાઇ ગોનીયા ઉવ.૪૪ હાલ રહે. હળવદ કરાંચી કોલોની તા.હળવદ મૂળરહે.બી-૩૦૭ મિની માર્કેટ બીલ્ડીંગ વી પી રોડ ભાયંદર પુર્વ થાણે મહારાષ્ટ્ર વાળા દ્વારા ઘરની બહાર પાણીથી સાફસફાઈ કરવામાં આવતી હોવાથી પાડોશમાં રહેતાં રીજવાનાબેન અને તેમના પતિ સાજીદભાઈ અજમેરી રહે. હળવદ કરાચી કોલોની રઘુનંદન એપાર્ટમેન્ટ વાળાએ વાંધો ઉઠાવ્યો હતો. આ દરમિયાન તેઓની સિમેન્ટની થેલીઓ પલળવા અને પાણીના વાલ્વને ચાલુ-બંધ કરવા મુદ્દે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. બંને પક્ષે એકબીજાને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જ્યારે સામાપક્ષે રીજવાનાબેન સાજીદભાઈ અજમેરી ઉવ.૩૭એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી રૂબીનાબેન દ્વારા કરાયેલી સાફસફાઈનું પાણી પાર્કિંગમાં રાખેલી સિમેન્ટની ચાર થેલીઓ પર જતાં થેલીઓ પલળી ગઈ હતી, જેના કારણે રૂ.૧૨૦૦/-નું નુકસાન થયું હતું. આ બાબતે કહેવા જતાં તેમની સાથે ગાળાગાળી અને ધમકી આપવામાં આવી હતી. ત્યારે સમગ્ર મામલે બંને પક્ષે સમાધાનના પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ સમાધાન ન થતાં હળવદ પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે બંને ફરિયાદના આધારે કુલ ત્રણ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!