મોરબી તાલુકા પોલીસે મકનસર ગામની સીમમાં એપેક્સ સેનેટરી તરફ જવાના રસ્તે ખુલ્લા મેદાનમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા સુરેશભાઈ પ્રેમજીભાઈ છેલાણીયા ઉવ.૪૧ રહે. ગોકુળનગર મકનસર તા.જી.મોરબી, હેમંતભાઈ સુખદેવભાઈ મકવાણા ઉવ.૨૨ રહે. મોટા મઢની પાછળ મકનસર તા.જી.મોરબી તથા દિનેશભાઈ ચતુરભાઈ ઝંઝવાડિયા ઉવ.૩૪ રહે. નવા મકનસર તા.જી.મોરબી વાળા સહિત ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.૨,૩૦૦/- કબજે કરી ત્રણેય વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.






