મોરબીના નવલખી ફાટક રેલવે બ્રિજ નીચે રેલવે પાટા ક્રોસ કરતી વખતે ટ્રેનની અડફેટે આવી જતાં ભરતભાઈ નગાણીનું મોત નીપજ્યું હતું. હાલ એ ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
મોરબીના નવલખી ફાટક પાસે ઝૂંપડામાં રહેતા ભરતભાઈ રાયમલભાઈ નગાણી ઉવ.૬૦ ગઈકાલ તા.૧૪ નવેમ્બરના રોજ બ્રિજ નીચે રેલવે પાટો ક્રોસ કરવા જતા ટ્રેનની અડફેટે આવી ગયા હતા. અકસ્માતમાં ગંભીર ઇજાઓના કારણે તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.






