Sunday, November 15, 2026
HomeGujaratમોરબીમાં હનીટ્રેપના કિસ્સાનો પર્દાફાશ: યુવકને ફસાવી રૂ.50 લાખની ખંડણી માંગનાર ટોળકીના ચાર...

મોરબીમાં હનીટ્રેપના કિસ્સાનો પર્દાફાશ: યુવકને ફસાવી રૂ.50 લાખની ખંડણી માંગનાર ટોળકીના ચાર આરોપીઓ ઝડપાયા

ઇન્સ્ટાગ્રામ મારફતે યુવકનો સંપર્ક કરી બહેન સાથે વાતચીત કરવાના બહાને પંચાસર ચોકડીએ બોલાવ્યો, રૂ.12 લાખમાં પતાવટ કરવા દબાણ બાદ ઘરે જઈ માર મારવાની ધમકી આપી

- Advertisement -
- Advertisement -

મોરબીમાં હનીટ્રેપના કિસ્સાનો પર્દાફાશ: યુવકને ફસાવી રૂ.50 લાખની ખંડણી માંગનાર ટોળકીના ચાર આરોપીઓ ઝડપાયા

મોરબીમાં હનીટ્રેપના કિસ્સાનો પર્દાફાશ કરી સિટી એ ડિવિઝન પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઇન્સ્ટાગ્રામ મારફતે યુવકનો સંપર્ક કરી તેને જાળમાં ફસાવ્યા બાદ રૂ.50 લાખની ખંડણી માંગવામાં આવી હોવાની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના રવાપર રોડ વિસ્તારમાં રહેતા અને હાર્ડવેરનો વ્યવસાય કરતા નરેશભાઈ સતવારા સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે કાજલ પરમાર નામની યુવતીનો સંપર્ક થયો હતો. ત્યારબાદ યુવતી સાથે વાતચીત દરમિયાન આરોપીઓએ યુવકને તેની બહેન સાથે કેમ વાતચીત કરે છે તેમ કહી પંચાસર ચોકડી પાસે બોલાવ્યો હતો.

જ્યાં આરોપીઓએ ફરિયાદી પાસે રૂ.50 લાખની માંગણી કરી હતી અને બાદમાં રૂ.12 લાખમાં પતાવટ કરવાની વાત કરી હતી. ફરિયાદી દ્વારા પૈસા નહીં આપતાં આરોપી રાકેશ ઉર્ફે કિશનભાઈ મોમભાઈ ડુંડિયા તથા કાજલબેન પરમાર ફરિયાદીના ઘરે પહોંચ્યા હતા અને કાજલબેનને મારી નાખશે તેવી ધમકી આપી માર મારવાની ધમકી સાથે પૈસાની ઉઘરાણી કરી હતી. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.જે અંગેની તપાસ દરમિયાન ચાર આરોપીઓ રાકેશ ઉર્ફે કિશનભાઈ મોમભાઈ ડુંડિયા,તેજશભાઈ ઉર્ફે તેજો રમેશભાઈ પઢારિયા,ભીમભાઈ મહાદેવભાઈ પરમાર અને કાજલબેન ભરતભાઈ પરમાર ની ધરપકડ કરી છે.જ્યારે આ ગુનામાં સંડોવાયેલા ભાવેશભાઈ મનસુખભાઈ કંઝારિયા નામના પાંચમા આરોપીની શોધખોળ શરૂ કરી છે.હાલ પોલીસે ચારેય આરોપીઓને ઝડપી લઈ વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!