Sunday, November 15, 2026
HomeGujaratમોરબી એલ.સી.બી.ની કાર્યવાહી: વાંકાનેર પંથકમાંથી બે વાહનો સાથે દેશી દારૂ લઈ નીકળેલા...

મોરબી એલ.સી.બી.ની કાર્યવાહી: વાંકાનેર પંથકમાંથી બે વાહનો સાથે દેશી દારૂ લઈ નીકળેલા ત્રણ ઇસમોને ૧૪.૩૦ લાખના મુદામાલ સાધે ઝડપી લેવાયા

મોરબી જિલ્લામાં દારૂ-જુગારની પ્રવૃત્તિઓ ને નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત મોરબી ક્રાઈમ બ્રાન્ચ (એલ.સી.બી.) ની ટીમે બાતમીના આધારે વાંકાનેર શહેરી વિસ્તારમાંથી દેશી દારૂ અને વાહનો સહિત કુલ રૂ. ૧૪,૩૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે મળતી વિગત મુજબ, એલ.સી.બી. / પે્રોલ સ્કવોડના સ્ટાફના અધિકારીઓ અને કર્મચારીઓને ખાનગી રાહે હકીકત મળી હતી કે, સની શાંતિભાઈ દેવીપૂજક (રહે. વાંકાનેર) વાળો બોલેરો પીકઅપ ગાડીમાં દેશી દારૂ ભરીને પોતાની કીયા સોનેટ ફોરવ્હીલ ગાડીથી પાયલોટિંગ કરીને વાંકાનેરથી રતીદેવડી થઈને મોરબી તરફ જવાનો છે. આ બાતમીના આધારે એલ.સી.બી. સ્ટાફે બાતમીવાળી જગ્યાએ વોચ ગોઠવી હતી. દરિમયાન ઉપરોક્ત બંને ગાડીઓ આવતા તેને રોકી ચેક કરતા તેમાંથી કુલ ૫૦૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ૫૦૦ લીટર દેશી દારૂ તેમજ એક બોલેરો પીકપ, કિયા સોનેટ ગાડી અને બે મોબાઈલ સહિતનો કુલ રૂ. ૧૪,૩૦,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી અરવિંદ મુકેશભાઈ સોલંકી (ઉ.વ. ૨૦, ધંધો-મજૂરી, રહે. સનાળા ગામ, લાયન્સ નગરની બાજુમાં, મોરબી),સની શાંતિભાઈ કડેવાર (ઉ.વ. ૩૨, ધંધો-મજૂરી, રહે. સનાળા ગામ લાયન્સ નગર શેરી નં-૦૩, મોરબી), પ્રકાશ જયંતીભાઈ કુંઠીયા (ઉ.વ. ૨૦, ધંધો-મજૂરી, રહે. ભીમસર ગામ, મોરબી-૨) વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન ધારા તળે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબી તથા એલ.સી.બી./પે્રોલ સ્ટાફના માણસો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!