Tuesday, November 17, 2026
HomeGujaratમોરબીમાં જલારામ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી, નગર બન્યું જલારામમય

મોરબીમાં જલારામ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી, નગર બન્યું જલારામમય

રાજમાર્ગો પર ‘જય જલારામ’ના નાદ ગુંજ્યા: આકર્ષક વેશભૂષા, રોટલાના પ્રસાદ અને ભવ્ય સ્વાગત સાથે સર્વ સમાજ જોડાયો.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં જલારામ જયંતિ શોભાયાત્રા સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ આકર્ષક વેશભૂષા ધારણ કરી હતી, જ્યારે બાપાને પ્રિય રોટલાના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં સર્વ સમાજના લોકો ઉત્સાહભેર જોડાયા હતા.

મોરબીમાં જલારામ જયંતિ નિમિત્તે જલારામ જયંતિ શોભાયાત્રા સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જે મોરબીના રાજમાર્ગો પર ફરી હતી. શોભાયાત્રાના પગલે સમગ્ર નગર ‘જય જલારામ’ના નાદથી ગુંજી ઊઠ્યું હતું અને વાતાવરણ ભક્તિમય બન્યું હતું. શોભાયાત્રામાં બાળકોએ સુંદર વેશભૂષા ધારણ કરી હતી તેમજ જલારામ બાપાને પ્રિય રોટલાના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. જલારામ બાપા સમગ્ર સમાજના આરાધ્ય હોવાના ભાવ સાથે મોરબીના સર્વ સમાજના લોકોએ ઉત્સાહભેર શોભાયાત્રામાં જોડાઈ તેનું ઠેરઠેર સ્વાગત કર્યું હતું. આ અંગે જલારામ જયંતિ શોભાયાત્રા સમિતિના સભ્ય અજયભાઈ કોટકે વિગતો આપી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!