ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ૨૦ વર્ષથી સ્પર્ધાનું આયોજન: પાંચ વર્ષથી ઉપરના તમામ વયજૂથના લોકો ભાગ લઈ શકશે.
મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા આગામી તા.૨૭ ડિસેમ્બર રવિવારના રોજ ઓપન ગુજરાત ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને શિલ્ડ અને સર્ટિફિકેટ આપવામાં આવશે.
મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન (બાળ વિકાસ મંડળ) દ્વારા છેલ્લા ૨૦ વર્ષથી ઓપન ગુજરાત ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ તા.૨૭ ડિસેમ્બરને રવિવારના રોજ સ્પર્ધા યોજાશે. જેમાં પાંચ વર્ષથી ઉપરના તમામ વયજૂથના લોકો ભાગ લઈ શકશે. તમામ સ્પર્ધકોને શિલ્ડ અને સર્ટિફિકેટ જ્યારે ક્રમ પ્રાપ્ત કરનાર સ્પર્ધકોને અલગ શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવશે.
સ્પર્ધકો, તેમની સાથે આવનાર વાલીઓ તેમજ પ્રેક્ષકો માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત, સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા ફિલ્મી કલાકારો અને ડિરેક્ટરો પણ ઉપસ્થિત રહેશે. સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુકોએ ટ્રેડ સેન્ટર ઓફિસ નં. ૨૧૬ બીજો માળ વી.સી. હાઈસ્કૂલ પાછળ મોરબી ખાતેથી ફોર્મ મેળવી શકશે. વધુ માહિતી માટે પ્રોગ્રામ ઓર્ગેનાઇઝર રામ મહેતા (મો. ૯૯૦૪૭ ૯૮૦૪૮), પ્રમુખ પ્રતિકભાઈ મંડિર (મો. ૬૩૫૬૨૬૨૬૨૫) અથવા ગુજરાત પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો. ૯૭૨૫૭૯૦૪૧૨) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.






