વતન જવાની બાબતે પ્રેમી સાથે મતભેદ થતાં ૩૫ વર્ષીય મહિલાએ જીવન ટૂંકાવ્યું.
મોરબીના ઘુટૂ ગામની સીમમાં આવેલા સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં મહિલાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ત્યારે મૃત્યુના બનાવ અંગે તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી છે.
મોરબીના તળાવીયા શનાળા રોડ પર કેડીલેક સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં રહેતી સ્વપના પનુ દેહુરી ઉવ.૩૫ મૂળ રહે. પુરૂનાપાની ગામ થાના બાંગરીપુછ જીલ્લો મયુરભંજ રાજ્ય ઓડિશાની વતનીએ પોતાના રૂમમાં પંખા સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ત્યારે તાલુકા પોલીસની ઓરથમીક તપાસમાં, મૃતક સ્વપનાને વતન જવું હતું, પરંતુ તેના પ્રેમી બીષ્ણુએ વતન જવાની ના પાડતાં આ બાબતનું લાગી આવતાં તેણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. હાલ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.






