Thursday, November 19, 2026
HomeGujaratમોરબી અને હળવદમાં દારૂના દરોડા: ત્રણ શખ્સો ઝડપાયા, રૂ.૧.૧૦ લાખથી વધુનો મુદ્દામાલ...

મોરબી અને હળવદમાં દારૂના દરોડા: ત્રણ શખ્સો ઝડપાયા, રૂ.૧.૧૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

ભાગ્યલક્ષ્મી સોસાયટીમાંથી દારૂની ત્રણ બોટલ સાથે બે પકડાયા, હળવદમાં એકટીવા પર લઈ જવાતો ૧૧ બોટલ દારૂ ઝડપાયો.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પોલીસ અને હળવદ પોલીસે અલગ-અલગ બે સ્થળે દરોડા પાડી વિદેશી દારૂ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. બંને કાર્યવાહીમાં કુલ ૧૪ બોટલ દારૂ, બે વાહનો અને ત્રણ મોબાઇલ ફોન સહિત કુલ રૂ.૧,૧૦,૭૦૬/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

પ્રથમ દરોડાની પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીના ધરમપુર રોડ પર આવેલી ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેણાંકમાં દારૂ હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન ભાગ્યલક્ષ્મી સોસાયટી નજીક ટીવીએસ જ્યુપીટર રજી.નં. જીજે-૩૬-એએન-૬૫૯૩ ઉપર એક બોટલ દારૂ લઈ જતા હિતેશ ઉર્ફે મોઢિયો ચંદ્રકાંતભાઈ ધોળકીયા ઉવ.૩૭ રહે. નવા ડેલા રોડ અશોક પાનની બાજુમાં મોરબી વાળાને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછમાં દારૂ સુરેશભાઈ ઉર્ફે સુર્યો ભુપતભાઈ રાઠોડ ઉવ.૩૯ રહે. ભાગ્યલક્ષ્મી સોસાયટી મોરબી વાળા પાસેથી લાવ્યો હોવાનું ખુલતાં પોલીસે આરોપી સુરેશભાઈ ઉર્ફે સૂર્યાના રહેણાક મકાનમાં તપાસ કરી વધુ બે બોટલ કબજે કરી હતી. આ કાર્યવાહી દરમિયાન ત્રણ બોટલ દારૂ, બે મોબાઇલ અને મોપેડ સહિત રૂ.૪૪,૪૯૧/-નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

જ્યારે હળવદ પોલીસની રેઇડ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, હળવદથી આસ્થા પેપર મિલ તરફ જવાના રસ્તે બાવળની કાંટમાં દારૂના વેચાણની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી નમ્બર પ્લેટ વગરના એકટીવા ઉપર દારૂ લઈ જતા પંકજભાઈ ચમનભાઈ ગોઠી ઉવ.૨૮ રહે.કણબીપરા હળવદ વાળાને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી વિદેશી દારૂની ૭૫૦ એમએલની કુલ ૧૧ બોટલ દારૂ, એકટીવા અને મોબાઇલ ફોન સહિત રૂ.૬૬,૨૧૫/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!