Thursday, November 19, 2026
HomeGujaratમોરબીના ખારચીયા ગામે કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ

મોરબીના ખારચીયા ગામે કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ

મોરબી જીલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને મોરબી તાલુકાના ખારચીયા ગામે રાત્રીસભા યોજાઈ હતી જેમાં હાજર અધિકારીઓ દ્વારા વિવિધ સરકારી યોજનાઓ અને વિકાસલક્ષી કામગીરી અંગે ગ્રામજનોને જરૂરી માહિતી પૂરી પાડવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

આ રાત્રીસભા દરમિયાન ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવતી વિવિધ સ્થાનિક સમસ્યાઓ, પ્રશ્નો અને રજૂઆતોને સાંભળી સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા કલેકટર દ્વારા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત ગ્રામજનોના પ્રશ્નો બાબતે યોગ્ય માર્ગદર્શન આવ્યું હતું અને સંબંધિત અધિકારીઓને દરેક પ્રશ્નોનું ઝડપી નિરાકરણ કરવા માટે સૂચના આપવામાં આવી હતી.

આ રાત્રિ સભા દરમિયાન મોરબી પ્રાંતઅધિકારી પ્રવીણસિંહ જેતાવત, જીલ્લા પુરવઠા અધિકારી હંસરાજસિંહ ગોહિલ, મદદનીશ વન સંરક્ષક પ્રતિક નારોડિયા, પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર મહેશ દામા, નાયબ નિયામક સમાજ કલ્યાણ અનુસૂચિત જાતિ અતુલ છાસિયા, જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી યશપાલસિંહ જાડેજા, જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નમ્રતાબેન મહેતા, સિંચાઇ વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઇજનેર હરદીપ છૈયા, સિંચાઇ વિભાગ (પંચાયત)ના કાર્યપાલક ઇજનેર યશ ગુઢકા, મોરબી મામલતદાર કલ્પેશ બુસા, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના કાર્યપાલક ઇજનેર દિવ્યેશ બાવરવા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!