Friday, November 20, 2026
HomeGujaratહળવદમાં દેશી હાથ બનાવટની પિસ્ટલ સાથે મધ્યપ્રદેશનો યુવક ઝડપાયો

હળવદમાં દેશી હાથ બનાવટની પિસ્ટલ સાથે મધ્યપ્રદેશનો યુવક ઝડપાયો

મોરબી એસઓજીની કાર્યવાહી: હોટલ સ્કાયલેન્ડ સામે શોપિંગની આસપાસથી રૂ.૫ હજારની પિસ્ટલ સાથે ૨૪ વર્ષીય યુવકને ઝડપી પાડ્યો.

- Advertisement -
- Advertisement -

હળવદમાં એસઓજી પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી ગેરકાયદેસર દેશી પિસ્ટલ સાથે એક યુવકને ઝડપી પાડી હથિયાર કબજે કર્યું હતું. આ સાથે પકડાયેલ આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધાવી પોલીસે આગળની તજવીજ શરૂ કરી છે.

મોરબી એસઓજી પોલીસની ટીમ હળવદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય ત્યારે મળેલી બાતમીના આધારે અમદાવાદ-માળીયા હાઈવે પર મોરબી ચોકડી નજીક હોટલ સ્કાયલેન્ડ સામે નવા બની રહેલા શોપિંગ પાસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન આરોપી રિન્કુ હરીસિંહ બઘેલ ઉવ.૨૪ રહે. રૂદ્ર-૨ સોસાયટી સરા રોડ હળવદ મૂળ મધ્યપ્રદેશ વાળાને રોકી તપાસ કરતાં તેના પેન્ટના નેફામાંથી દેશી હાથ બનાવટની પિસ્ટલ કઈ.રૂ.૫ હજાર મળી આવી હતી. આ સાથે એસઓજી પોલીસે પિસ્ટલ કબજે કરી આરોપીની ધરપકડ કરી હળવદ પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ અને જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!