હળવદ તાલુકાના સુખપર ગામે વાડીમાં રહેતા ૬૫ વર્ષીય વૃદ્ધે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતાં મોત નીપજ્યું હતું. હાલ હળવદ પોલીસે મરણ નોંધ દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.
હળવદના સુખપર ગામે રવિભાઈ દેકાવડિયાની વાડીએ રહેતા છોટુભાઇ ઉર્ફે શૈલેષભાઇ ભાણાભાઈ વસાવા આશરે ઉવ.૬૫ મુળ ગામ કુવા તા.નાંદોદ જી.નર્મદા (રાજપીપળા)ના વતનીએ ગઈકાલ તા.૧૯ નવેમ્બરના રોજ બપોરે કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. તેમનું મોત નીપજતાં હળવદ પોલીસે અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






