Friday, November 20, 2026
HomeGujaratરફાળેશ્વર નજીક ટ્રેલરટ્રકની હડફેટે બાઈકચાલકનું મોત

રફાળેશ્વર નજીક ટ્રેલરટ્રકની હડફેટે બાઈકચાલકનું મોત

મેગ્નમ સિરામિક પાસે પાછળથી ટ્રેલરે બાઈકને ટક્કર મારતાં મૂળ રાજસ્થાનના ૪૭ વર્ષીય ગુમાનસિંહ ગુર્જરનું મોત.

- Advertisement -
- Advertisement -

મોરબી-વાંકાનેર હાઈવે પર રફાળેશ્વર ગામ નજીક મેગ્નમ સિરામિક સામે પાછળથી પૂરઝડપે આવેલા ટ્રેલરે બાઈકને જોરદાર ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મકનસર ગામે રહેતા અને આઈકોન ગ્રેનીટો કારખાનામાં નોકરી કરતા ૪૭ વર્ષીય ગુમાનસિંહ ગુર્જરને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં મોત નીપજ્યું હતું. બનાવ અંગે ટ્રેલરચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીના મકનસર ગામે રહેતા મૂળ નાગલા ફાગુન પો.સ્ટ ખુટખેરા તા.બયાના જી.ભરતપુર રાજસ્થાનના વતની ગુમાનસિંહ ઘીસોલીરામ ગુર્જર ઉવ.૪૭ ગઈકાલ તા.૧૯/૧૧ના રોજ આઈકોન ગ્રેનીટો પ્રા.લિ.માંથી નોકરી પૂર્ણ કરી હીરો ડીલક્સ બાઈક રજી.નં. આરજે-૦૫-એસઝેડ-૫૫૩૮ ઉપર ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન રાત્રિના આશરે સાડા આઠ વાગ્યે રફાળેશ્વર ગામ પાસે મેગ્નમ સિરામિક સામે પાછળથી પૂરઝડપે આવેલા ટ્રેલર રજી.નં. આરજે-૦૭-જીઈ-૭૦૫૫ ના ચાલકે બાઈકને પાછળથી ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો.

અકસ્મતમાં ગુમાનસિંહને માથાના ભાગે ગંભીર અને જમણા હાથમાં ઇજાઓ થતાં ૧૦૮ મારફતે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે તેમના ભત્રીજા વિશેષચંદ ગુર્જરની ફરિયાદના આધારે પોલીસે ટ્રેલરચાલક વિરુદ્ધ બીએનએસ તથા મોટર વ્હીકલ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!