Saturday, November 21, 2026
HomeGujaratમાળીયાના ચાચાવદરડા ગામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

માળીયાના ચાચાવદરડા ગામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

માળીયા(મી) પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગીરાહે બાતમી મળી હતી કે ચાચાવદરડા ગામે હનુમાનજીની ડેરી પાસે કેટલાક ઇસમો જાહેરમાં ગંજીપત્તા વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. જેના આધારે પોલીસે દરોડો પાડતા, જ્યાં ઉપરોક્ત સ્થળે જુગાર રમતા પાર્થભાઈ નવલભાઈ આદ્રોજા ઉવ.૩૦ રહે.પંચાસર રોડ બાલજી ટાવર મોરબી, મોહનભાઈ મોતીભાઈ વણોલ ઉવ.૫૧ રહે.ખાખરાળા તા. મોરબી, હિતેષભાઈ હમીરભાઈ પરમાર ઉવ.૩૬ રહે.તરઘડી તા. માળીયા, દિલીપભાઈ હમીરભાઈ પરમાર ઉવ.૪૬ રહે.તરઘડી તા.માળીયા અને પ્રભુભાઈ મોતીભાઈ આદ્રોજા ઉવ.૬૫ રહે.ચાચાવદરડા તા.માળીયા વાળાને રોકડા રૂ.૧૨,૩૦૦/- સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ સાથે માળીયા(મી) પોલીસે પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!