Tuesday, November 24, 2026
HomeGujaratહળવદના ખેડૂતને ઘરબેઠા ટાસ્ક પૂરા કરી કમાણી કરવાની લાલચ આપી રૂ.૪.૪૯ લાખની...

હળવદના ખેડૂતને ઘરબેઠા ટાસ્ક પૂરા કરી કમાણી કરવાની લાલચ આપી રૂ.૪.૪૯ લાખની ઓનલાઇન ઠગાઈ

ટેલિગ્રામ મારફતે ગૂગલ મેપ પર રેટિંગ આપવાના ટાસ્કથી શરૂઆત કરાવી: વધુ કમાણી અને બોનસના નામે અલગ-અલગ યુપીઆઈ આઈડીમાં નાણાં પડાવ્યા.

- Advertisement -
- Advertisement -

હળવદમાં રહેતા ખેડૂતને ટેલિગ્રામ પર ઘરે બેઠા ટાસ્ક પૂરા કરીને રોજના રૂ.૩ થી ૪ હજાર કમાવવાની લાલચ આપવામાં આવી હતી. શરૂઆતમાં ગૂગલ મેપ પર ફાઈવ સ્ટાર રેટિંગ આપવાના ટાસ્કના બદલામાં નાની રકમ ચૂકવી વિશ્વાસ કેળવ્યા બાદ વેલ્ફેર ટાસ્ક અને બોનસના નામે અલગ-અલગ યુપીઆઈ આઈડી તથા બેંક ખાતામાં નાણાં ટ્રાન્સફર કરાવ્યા હતા. આ રીતે ફરિયાદી અને તેમની પત્નીના ખાતામાંથી કુલ રૂ.૪,૪૯,૫૪૯/- પડાવી લીધા હતા. નાણાં પરત ન મળતા ભોગ બનનાર દ્વારા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, હળવદની આસોપાલવ સોસાયટીમાં રહેતા અને મૂળ લખતર તાલુકાના બજરંગપુરાના વતની જિગ્નેશભાઈ દિનેશભાઈ પટેલ ઉવ.૩૩ ખેતીકામ કરે છે. ગત તા.૧૯ ઓક્ટોબરના રોજ તેમના ટેલિગ્રામ એકાઉન્ટ પર આરાધ્યા કપૂર નામની આઈડી પરથી વર્ક ફ્રોમ હોમ દ્વારા કમાણી કરવાની ઓફર આવી હતી. જેમાં ગૂગલ મેપ પર ફાઈવ સ્ટાર રેટિંગ આપવાના ટાસ્કના બદલામાં શરૂઆતમાં રૂ.૧૨૦/- સહિત આશરે રૂ.૧,૬૪૦/- ચૂકવી વિશ્વાસ કેળવવામાં આવ્યો હતો.

ત્યારબાદ વધુ કમાણી અને કંપનીમાં કાયમી નોકરીની લાલચ આપી વેલ્ફેર ટાસ્કમાં જોડાવા જણાવાયું હતું. અલગ-અલગ ટેલિગ્રામ આઈડી મારફતે સંપર્ક કરી ટાસ્ક, બોનસ, રકમ ઉપાડવા અને ક્રેડિટ સ્કોર વધારવાના બહાને વારંવાર નાણાં જમા કરાવ્યા હતા. આ માટે અલગ-અલગ યુપીઆઈ આઈડી અને બેંક ખાતાની વિગતો મોકલવામાં આવતી હતી. ફરિયાદી અને તેમની પત્નીના બેંક ખાતામાંથી કુલ રૂ.૪,૪૯,૫૪૯/- ટ્રાન્સફર કરાવ્યા બાદ કોઈ રકમ પરત આપવામાં આવી નહોતી. આથી છેતરપિંડી થયાનું જણાતાં ફરિયાદીએ ગત તા.૨૭ ઓક્ટોબરના રોજ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ હળવદ પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ આઇટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!