Tuesday, November 24, 2026
HomeGujaratસરવડના યુવાનનો મોબાઇલ હેક કરી બેંક ખાતામાંથી રૂ.૧.૭૬ લાખ ઉપાડી લીધા

સરવડના યુવાનનો મોબાઇલ હેક કરી બેંક ખાતામાંથી રૂ.૧.૭૬ લાખ ઉપાડી લીધા

બે અલગ-અલગ યુપીઆઈ આઈડી મારફતે જાણ બહાર રૂ.૯૬ હજાર અને રૂ.૮૦ હજાર ટ્રાન્સફર કરાયા.

- Advertisement -
- Advertisement -

માળીયા(મી) તાલુકાના સોનગઢ ગામે મોબાઇલ હેક કરીને બેંક ખાતામાંથી રૂ.૧.૭૬ લાખની ઓનલાઇન છેતરપિંડી થયાનો બનાવમાં સરવડ ગામના યુવાનના બેંક ઓફ બરોડાના ખાતામાંથી બે અલગ-અલગ ટ્રાન્ઝેક્શન મારફતે નાણાં ઉપાડી લેવામાં આવ્યા અંગે માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

માળીયા તાલુકાના સરવડ ગામે રહેતા ચીરાગભાઈ અશોકભાઈ અઘારા ઉવ.૩૪એ નોંધાવેલ ફરિયાદ મુજબ, ગત તા.૨૨ ઓગસ્ટના સાંજના સાત વાગ્યાથી તા.૨૮ ઓગસ્ટના બપોરના ચાર વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે તેમનો મોબાઇલ હેક કરી બેંક ઓફ બરોડાના ખાતામાંથી તેમની જાણ બહાર નાણાં ટ્રાન્સફર કર્યા હતા.

આરોપીએ પ્રથમ ફિનો બેંકના યુપીઆઈ આઈડી મારફતે રૂ.૯૬ હજાર અને ત્યારબાદ કેનેરા બેંકના યુપીઆઈ આઈડી મારફતે રૂ.૮૦ હજાર મળી કુલ રૂ.૧,૭૬,૦૦૦/-ની રકમ બે અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા ઉપાડી લીધી હતી. આ અંગે ચીરાગભાઈની ફરિયાદના આધારે માળીયા(મી) પોલીસે અજાણ્યા શખ્સ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ તથા આઇટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!