Tuesday, November 24, 2026
HomeGujaratટંકારાના જબલપુર ગામે મિંત્રા એપના નામે APK.ફાઇલ મોકલી રૂ.૯૫ હજારની છેતરપિંડી

ટંકારાના જબલપુર ગામે મિંત્રા એપના નામે APK.ફાઇલ મોકલી રૂ.૯૫ હજારની છેતરપિંડી

ઓર્ડર કેન્સલ થયાનું કહી વોટ્સએપ પર APK.ફાઇલ મોકલી મોબાઇલ હેક કરી બેંક ખાતામાંથી નાણાં ઉપાડ્યા.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતી પરિણીતા સાથે ઓનલાઇન છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. મિંત્રા એપ્લિકેશન પરથી મંગાવેલી વસ્તુનો ઓર્ડર કેન્સલ થયો હોવાનું જણાવી અજાણ્યા શખ્સે વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ વોટ્સએપ પર APK.ફાઇલ મોકલી મોબાઇલ હેક કરી બેંક ખાતામાંથી રૂ.૯૫ હજાર અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા.

મળતી વિગતો મુજબ, જબલપુર ગામે રહેતા શીતલબેન વિશાલભાઈ કગથરા ઉવ.૨૫એ મિંત્રા એપ્લિકેશન પરથી વસ્તુનો ઓર્ડર કર્યો હતો. દરમિયાન અજાણ્યા મોબાઇલ નંબર પરથી ફોન આવ્યો હતો અને ઓર્ડર કેન્સલ થઈ ગયો હોવાનું જણાવી યુવતીનો વિશ્વાસ સંપાદન કર્યો હતો. ત્યારબાદ આરોપીએ વોટ્સએપ પર PDF સ્વરૂપે APK.ફાઇલ મોકલી હતી. ત્યારે શીતલબેને ફાઇલ ઓપન કરતા જ તેમનો મોબાઇલ હેક થયો અને તેમના બેંક ખાતામાંથી જાણ બહાર રૂ.૯૫,૦૦૦/-ની રકમ ઇન્ડિયન ઓવરસીઝ બેંકના અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી લેવામાં આવી હતી. આ રકમ આજદિન સુધી પરત નહીં મળતાં શીતલબેને ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા મોબાઇલ નંબરના ધારક, બેંક ખાતાધારક સહિત તપાસમાં ખૂલે તે આરોપીઓ સામે બીએનએસની કલમ તથા આઇટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!