રાત્રે ઘરેથી નીકળ્યા બાદ રેલવે ટ્રેક પર ટ્રેન સાથે અથડાતાં ગંભીર ઇજા.
માળીયા(મી) તાલુકાના ખાખરેચી ગામે રેલવે ફાટક નજીક ટ્રેનની હડફેટે આવી જતાં ૩૨ વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. માનસિક રીતે અસ્થિર યુવક રાત્રે જમ્યા બાદ ઘરેથી નીકળ્યા હતા. રેલવે ટ્રેક પર ટ્રેન સાથે અથડાતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સારવાર માટે જેતપર સરકારી હોસ્પિટલ લઈ જવાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.
અપમૃત્યુ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ, ખાખરેચી ગામે રહેતા શૈલેષભાઈ વિઠ્ઠલભાઈ સંખેસરીયા ઉવ.૩૨ ઘણા સમયથી માનસિક રીતે અસ્વસ્થ હતા અને ગામની આસપાસ રખડતા રહેતા હતા. ગત તા.૨૨ નવેમ્બરના રોજ રાત્રે જમીને તેઓ ઘરેથી નીકળી ગયા હતા. દરમિયાન રાત્રિના સમયે ખાખરેચી ગામની રેલવે ફાટક નજીક રેલવે ટ્રેક પર ટ્રેન સાથે અથડાતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ તેમને જેતપર સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મહેશભાઈ વિઠ્ઠલભાઈ સંખેસરિયા પાસેથી પ્રાપ્ત વિગતોને આધારે માળીયા(મી) પોલીસે અ.મોત દાખલ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.






