Thursday, November 26, 2026
HomeGujaratમોરબી: 'હું તારાથી ડરું છું' તેવી વાતો કેમ કરે છે? તેમ કહી...

મોરબી: ‘હું તારાથી ડરું છું’ તેવી વાતો કેમ કરે છે? તેમ કહી યુવકને જાતિ પ્રત્યે હડધૂત કરી લાફો ઝીંક્યો

મોરબીના શિવાલીક પ્લાઝામાં આવેલી ફાયનાન્સ ઓફિસમાં યુવકને બીજાઓ સાથે પોતે ડરતો હોવાની વાતો કરતો હોવાના મુદ્દે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી ગાળો આપી લાફો માર્યાની ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી વિગતો મુજબ, મોરબીમાં શિવમ હોસ્પિટલ પાછળ વિપુલનગરમાં રહેતા અને માર્કેટિંગનો વ્યવસાય કરતા મોહિતભાઈ મુકેશભાઈ પરમાર ઉવ.૨૪એ પ્રકાશ ગોલતર રહે.ત્રાજપર વાળા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી કે, ફરિયાદી મોહિતભાઈ મહેન્દ્રસિંહજી હોસ્પિટલ પાસે આવેલા શિવાલીક પ્લાઝાના ચોથા માળે પોતાના મિત્ર મહાવીરસિંહની હોથલ ફાયનાન્સ ઓફિસમાં બેઠા હતા. તે દરમિયાન આરોપી પ્રકાશ ગોલતર ત્યાં આવી પોતે બીજાઓથી ડરતો હોવાની વાતો કેમ કરે છે તેમ કહી ગાળો આપવા લાગ્યો હતો. ત્યારબાદ જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો બોલતો હોય તે દરમિયાન આરોપી પ્રકાશનો ભાઈ ગોપાલ ત્યાં આવી બંનેને સમજાવ્યા હતા. જોકે, ફરિયાદી ઓફિસમાંથી નીકળી લિફ્ટ પાસે પહોંચતા પ્રકાશે ફરી ગાળો આપી ગાલ પર લાફો માર્યો હતો. સમગ્ર બનાવ અંગે બી ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની તથા એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!