મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ગણેશનગરમાં રહેતા ૫૫ વર્ષીય મહિલા છેલ્લા દસેક વર્ષથી ડાયાબિટીસની બીમારીથી પીડાતા હોય જેથી કંટાળી મહિલાએ પોતાના રહેણાંક મકાનમાં ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું હતું.
અપમૃત્યુ અંગે મળતી વિગતો અનુસાર, મોરબીના મહેન્દ્રનગર સી.એન.જી. પંપ પાછળ આવેલા ગણેશનગરમાં રહેતાં કૈલાશબેન રમણીકભાઈ પરમાર ઉવ.૫૫ એ ગઈકાલ તા.૨૫/૧૧ના રોજ પોતાના ઘરના રૂમમાં સીલિંગ ફેન સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. ત્યારે મૃત્યુના બનાવ અંગે બી ડિવિઝન પોલીસની તપાસમાં મૃતકના પુત્ર રવિભાઈ પાસેથી મળેલ પ્રાથમિક વિગતમાં મૃતક કૈલાશબેન છેલ્લા દસેક વર્ષથી ડાયાબિટીસની બીમારીથી પીડાતાં હતાં. હાલ પોલીસે અ.મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






