Friday, November 27, 2026
HomeGujaratવાંકાનેરમાં પૈસાની લેતીદેતીના વિવાદે મિત્ર પર ધોકા-પાઈપથી હુમલો, કારમાં પણ તોડફોડ

વાંકાનેરમાં પૈસાની લેતીદેતીના વિવાદે મિત્ર પર ધોકા-પાઈપથી હુમલો, કારમાં પણ તોડફોડ

ટ્રાન્સપોર્ટની ઓફિસે પહોંચી માર મારી બાદ ચંદ્રપુર નાલા પાસે બે કારથી પીછો કરી હુમલો, બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરમાં જૂના મિત્રો વચ્ચે પૈસાની લેતીદેતીના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં નોકરી કરતા યુવકને ધોકા-પાઈપ વડે માર માર્યા બાદ રાત્રે ચંદ્રપુર નાલા પાસે સ્કોર્પિયો અને સ્વીફ્ટ કારથી ટક્કર મારી કારમાં તોડફોડ કર્યાની ફરિયાદ અત્રેના પોલીસ મથકમાં નોંધાવતા, પોલીસે આરોપી બંને શખ્સો સામે ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.

મળતી માહિતી અનુસાર, વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા ફરહાનભાઈ ફારૂકભાઈ બ્લોચ ઉવ.૧૯ વઘાસિયા ટોલનાકા પાસે આવેલી અલીફ રોડલાઇન્સ ટ્રાન્સપોર્ટમાં નોકરી કરે છે. ત્યારે ગત તા. ૨૫/૧૧/૨૦૨૬ના રોજ સાંજના સમયે તેઓ ઓફિસમાં હાજર હતા ત્યારે તેમના જૂના મિત્ર અલાઉદીન અલ્તાફભાઈ સમા રહે. દરબારી સોસાયટી ચંદ્રપુર વાંકાનેર વાળો ત્યાં આવી પૈસાની લેતીદેતી બાબતે બોલાચાલી કરી હતી. ત્યારબાદ અલાઉદીન અને મીરખાન દલ રહે. રાજકોટ ભીસ્તીવાડ નામના બે શખ્સોએ ધોકા-પાઈપ વડે હુમલો કરી ફરહાનભાઈને જમણા પગ અને વાંસાના ભાગે સામાન્ય ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આટલેથી ન અટકતાં રાત્રિના આશરે ૭:૩૦ વાગ્યે ફરહાનભાઈ પોતાના મિત્રો યોગેન્દ્ર ગોસાઈ અને અમન આંબલીયા સાથે સ્વીફ્ટ કારમાં જમવા જઈ રહ્યા હતા ત્યારે ચંદ્રપુર નાલા પાસે નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો અને સ્વીફ્ટ કારમાં આવેલા ઉપરોક્ત બંને શખ્સોએ તેમની કારને આગળ-પાછળથી ટક્કર મારી હતી. ઉપરાંત ધોકા અને કાચની બોટલોના ઘા કરી કારના કાચ તથા બોનેટને નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારે આજુબાજુથી લોકો એકત્ર થતાં બંને શખ્સો ત્યાંથી નાસી છૂટ્યા હતા. બાદમાં ઇજાગ્રસ્તો વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા. આ બનાવ અંગે ફરહાનભાઈ બ્લોચની ફરિયાદના આધારે વાંકાનેર સીટી પોલીસે આરોપી અલાઉદીન સમા અને મીરખાન સામે બીએનએસની વિવિધ કલમો તથા જીપી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!