Sunday, November 29, 2026
HomeGujaratમોરબીમાં બાળકના રમવા બાબતના ઝઘડામાં માતા પર હુમલો કરી જાતિ પ્રત્યે હડધૂત...

મોરબીમાં બાળકના રમવા બાબતના ઝઘડામાં માતા પર હુમલો કરી જાતિ પ્રત્યે હડધૂત કર્યા.

સાત વર્ષના પુત્ર સાથે થયેલા વિવાદમાં સમજાવવા ગયેલી મહિલાને વાળ અને ગળું પકડી નખોરીયા ભરી, ઢીકાપાટુનો માર માર્યો: ચાર સામે ફરિયાદ.

- Advertisement -
- Advertisement -

મોરબીના વાવડી રોડ ગાયત્રીનગર વિસ્તારમાં બાળકના રમવા બાબતે થયેલા ઝઘડામાં માતા સાથે મારામારી અને જાતિ પ્રત્યે અપમાનિત કર્યાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં ત્રણ મહિલા સહિત ચાર વ્યક્તિઓ સામે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી સીટી એ ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીમાં સેન્ટમેરી ફાટક પાસે ગાયત્રીનગરમાં રહેતા ૩૦ વર્ષીય લક્ષ્મીબેન હીરાભાઈ ચૌહાણે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા. ૨૭ નવેમ્બરની રાત્રે તેમના સાત વર્ષના પુત્ર મિલન અને પાડોશમાં રહેતા પ્રિન્સ વચ્ચે રમવા બાબતે ઝઘડો થયો હતો. આ બાબતે મિલન પ્રિન્સના ઘરે ફરિયાદ કરવા જતાં ત્યાં હાજર પ્રિયાબેન ઉર્ફે પીયુએ તેનો હાથ મચકોડ્યો હતો. ત્યારબાદ પુત્ર સાથે થયેલા બનાવ અંગે સમજાવવા ગયેલ ફરિયાદી લક્ષ્મીબેન સાથે દીનાબેન મુનાભાઈ નિમાવત, પ્રિયાબેન ઉર્ફે પીયુ મુનાભાઈ નિમાવત, ભૂમિબેન પ્રતિકભાઈ અને પ્રતીકભાઈએ બોલાચાલી કરી ગાળાગાળી અને મારામારી કરી હતી. જેમાં આરોપી પ્રિયાબેને મહિલાના વાળ અને ગળું પકડી નખોરીયા ભર્યા હતા, જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓએ પીઠના ભાગે ઢીકાપાટુનો માર માર્યો હતો. ઉપરાંત જાતિ પ્રત્યે અપમાનિત થાય તેવા શબ્દો બોલી અપમાનિત કર્યા હતા. બનાવમાં ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ અંગે લક્ષ્મીબેનની ફરિયાદને આધારે પોલીસે આરોપી દીનાબેન મુનાભાઈ નીમાવત, પ્રિયાબેન ઉર્ફે પીયુ, ભૂમિબેન અને પ્રતીકભાઈ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!