Sunday, November 29, 2026
HomeGujaratવાંકાનેરના કેરાળા ગામના યુવકના મોબાઇલમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી ૯૮ હજારની ઓનલાઇન છેતરપિંડી.

વાંકાનેરના કેરાળા ગામના યુવકના મોબાઇલમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી ૯૮ હજારની ઓનલાઇન છેતરપિંડી.

મોબાઇલ હેક કરી ગુગલ પે મારફતે આઇસીઆઇસીઆઇ બેંક ખાતામાંથી નાણાં ટ્રાન્સફર કર્યા અંગે ફરિયાદ.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરના કેરાળા ગામે રહેતા યુવકના મોબાઇલમાં અજાણી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી મોબાઇલ હેક કર્યા બાદ ગુગલ પે મારફતે બેંક ખાતામાંથી રૂ.૯૮,૦૦૦/- ઉપાડી ઓનલાઇન છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકાના કેરાળા ગામે રહેતા વાહીદહુશેન રહીમભાઈ માથકિયા ઉવ.૩૫ના મોબાઇલમાં કોઈ અજાણ્યા શખ્સે તેમની જાણ બહાર મોબાઇલ હેક કરી અજાણી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી હતી. ત્યારબાદ તેમના આઈસીઆઈસીઆઈ બેંક ખાતામાંથી ગુગલ પે મારફતે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન આઈડી ૬૬૨૧૭૮૨૭૬૬૫૪થી રૂ.૯૮,૦૦૦/- ટ્રાન્સફર કરી છેતરપિંડી કરવામાં આવી હતી. આ બનાવ અંગે વાહીદહુશેન માથકિયાની ફરિયાદના આધારે વાંકાનેર સીટી પોલીએ અજાણ્યા સાયબર ઠગ વિરુદ્ધ બીએનએસ કલમ તથા આઈટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા અને સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!