Sunday, November 29, 2026
HomeGujaratહળવદના શિરોઈ ગામે ખેતી વિષયક જમીનના કબજા મુદ્દે બે જૂથ વચ્ચે મારામારી:...

હળવદના શિરોઈ ગામે ખેતી વિષયક જમીનના કબજા મુદ્દે બે જૂથ વચ્ચે મારામારી: બન્ને પક્ષે ૨૮ વ્યક્તિઓ સામે બે અલગ-અલગ ફરિયાદ. 

ખેતરમાં ટ્રેક્ટરથી ચણા-જીરાના પાકને નુકસાન પહોંચાડ્યાનો આક્ષેપ: બંને પક્ષે હથિયારો સાથે ધસી આવી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી અંગે સામસામી ફરિયાદ.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના શિરોઈ ગામની સખી નામની વાડીમાં સર્વે નંબર ૨૨૪ની સરકારી જમીનના કબજા અને વાવેતર મુદ્દે બે જૂથ વચ્ચે વિવાદ સર્જાયો છે. જેમાં એક પક્ષે ટ્રેક્ટરથી ચણા અને જીરાના પાકને એક લાખથી વધુનું નુકસાન પહોંચાડ્યાની ફરિયાદ કરી છે, જ્યારે બીજા પક્ષે જમીનના વિવાદમાં હથિયારો સાથે આવી ગાળાગાળી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, હળવદ તાલુકાના શિરોઈ ગામની સીમમાં આવેલી સખી નામની વાડીના સર્વે નંબર ૨૨૪ની સરકારી જમીનના કબજા અને વાવેતર મુદ્દે બે જૂથ વચ્ચે વિવાદ પોલીસ મથકે પહોંચ્યો છે. આ મામલે ગઈકાલ તા.૨૮ નવેમ્બરના રોજ બંને પક્ષે સામસામી બે અલગ-અલગ ફરિયાદ નોંધાવી છે. જેમાં પ્રથમ ફરિયાદમાં નવી શિરોઈ ગામે રહેતા લાખાજી અમરશીભાઈ પંચાસરા ઉવ.૩૭એ આરોપી (૧)મહિપાલસિંહ વનરાજસિંહ જાડેજા, (૨)વનરાજસિંહ ગેલુભા જાડેજા, (૩)ધનવિરસિંહ વનરાજસિંહ જાડેજા, (૪)યશપાલસિંહ મયુરસિંહ જાડેજા, (૫)લક્કીરાજસિંહ બટુકસિંહ જાડેજા

(૬)મહાદેવભાઇ માનસિંગભાઈ પંચાસરા, (૭)વેરશી મહાદેવભાઇ પંચાસરા, (૮)દેવરાજ મહાદેવભાઈ પંચાસરા, (૯)ઈન્દ્રસિંહ રવુભા જાડેજા, (૧૦)પ્રતિપાલસિંહ પ્રવિણસિંહ જાડેજા, (૧૧)શિવરાજ મહાદેવભાઇ પંચાસરા, (૧૨)વનરાજસિંહ કીરીટસિંહ જાડેજા, (૧૩)જીવરાજ મહાદેવભાઈ પંચાસરા અને (૧૪)યશપાલસિંહ રાજભા જાડેજા બધા રહે.શિરોઇ તા.હળવદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ ગત તા. ૨૫ નવેમ્બરના રોજ સવારે આશરે પોણા અગિયાર વાગ્યે ૧૪ શખ્સો બે ટ્રેક્ટર અને ધારીયાં, ધોકા સહિતનાં હથિયારો સાથે તેમની કબજાવાળી જમીનમાં ઘૂસી આવ્યા હતા અને ચણા તથા જીરાના ઉભા પાકમાં ટ્રેક્ટરની દાંતી ફેરવી એક લાખ રૂપિયાથી વધુનું નુકસાન કર્યું હતું. આ અંગે ફરિયાદીની માતા, કાકી અને ભાભી સમજાવવા જતાં તેમને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જ્યારે સામાપક્ષે નોંધાવેલ ફરિયાદમાં, જૂની શિરોઈના ૫૧ વર્ષીય મહાદેવભાઈ માનસિંગભાઈ પંચાસરાએ આરોપી (૧)વિજયભાઈ રૂપાભાઈ, (૨)સંજયભાઈ રૂપાભાઈ, (૩)વનરાજભાઇ રૂપાભાઇ, (૪)મનસુખભાઈ ભીખાભાઈ, (૫)મેરૂભાઈ અમરશીભાઇ, (૬)અનિલભાઈ અમરશીભાઈ, (૭)વિજયભાઈ રૂપાભાઈ, (૮)કાળુભાઈ માવજીભાઇ, (૯)પ્રતાપભાઈ માવજીભાઇ, (૧૦)વિરાટભાઈ અનિલભાઈ, (૧૧)સાવનભાઈ વનરાજભાઇ, (૧૨)રામશીભાઈ અમરશીભાઇ, (૧૩)લાખાજીભાઈ અમરશીભાઇ અને (૧૪)કિશનભાઈ ભરતભાઇ તમામ રહે. શિરોઇ તા.હળવદ વાળા સામે વળતી ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, સર્વે નંબર ૨૨૪ની જમીનના કબજા અને વાવેતર અંગે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે ગત તા. ૨૫ નવેમ્બરના રોજ તેઓ પરિવારજનો સાથે બે ટ્રેક્ટર લઈને જમીનમાં ચણાના વાવેતરમાં દાંતી ચલાવતા હતા ત્યારે વિજયભાઈ રૂપાભાઈ સહિતના ૧૪ શખ્સો હથિયારો સાથે ત્યાં આવી પહોંચ્યા હતા અને જમીન અમારી હોવાનો દાવો કરી ગાળાગાળી કરી હતી અને ફરીથી જમીનમાં આવશો તો પતાવી દઈશું તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

બંને પક્ષે નોંધાવેલી સામસામી ફરિયાદોના આધારે હળવદ પોલીસે કુલ ૨૮ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ જીપી એક્ટ કલમ હેઠળ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!