આઠ સોલાર ટ્રેકરમાંથી અંદાજે ૩૩૦૦થી ૩૫૦૦ મીટર ડીસી કોપર વાયર કાપી અજાણ્યો તસ્કર ફરાર.
ટંકારાના સરાયા ગામની સીમમાં આવેલા સ્લોગન ગ્રીન એનર્જી પ્રા.લી.ના સોલાર પ્લાન્ટમાંથી અંદાજે રૂ.૧.૮૦ લાખની કિંમતના કોપર કેબલ વાયરની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ટંકારાના સરાયા ગામની સીમમાં દત પોલીપેક પાછળ આવેલા સ્લોગન ગ્રીન એનર્જી પ્રા.લી.ના સોલાર પ્લાન્ટમાં ગત તા.૨૫ નવેમ્બરની રાત્રે ૧૧ વાગ્યાથી તા.૨૬ નવેમ્બરની સવારે ૮ વાગ્યા દરમિયાન ચોરીનો બનાવ બન્યો હતો. જેમાં તસ્કરો આઠ સોલાર ટ્રેકરમાં સોલાર પેનલથી ઇન્વર્ટર સુધી જતો અંદાજે ૩૩૦૦થી ૩૫૦૦ મીટર ડીસી કોપર કેબલ વાયર કિ.રૂ. ૧.૮૦ લાખ કાપીને લઈ ગયા હતા. આ ચોરીના બનાવ અંગે બેચરભાઈ ભવાનભાઈ ઢેઢી ઉવ.૪૬ રહે.હાલ ટંકારા સ્લોગન વિલ્લા બ્લોક નં ૧૧ તા.ટંકારા મુળ રહે. સરાયા તા.ટંકારા વાળાની ફરિયાદના આધારે ટંકારા પોલીસે અજાણ્યા આરોપી તસ્કરો વિરુ






