સમૂહલગ્ન માટે નોંધણીની અંતિમ તારીખ ૩૧ ડિસેમ્બર: નિરાધાર અને આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓને અપાશે અગ્રતા.
મોરબી શ્રી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ દ્વારા આગામી ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૭ના રોજ ૧૬મા સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સમૂહલગ્નમાં જોડાવા ઇચ્છુક યુવક-યુવતીઓના વાલીઓને ૩૧ ડિસેમ્બર સુધી સંપર્ક કરવા અપીલ કરાઈ છે.
મોરબીમાં શ્રી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ દ્વારા સમાજના સહયોગથી છેલ્લા ૧૫ વર્ષથી સમૂહલગ્નનું સફળ આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે સમિતિના પ્રવિણભારતી ચંદ્રકાંતભારતી ગોસ્વામી અને તેમની ટીમ દ્વારા ૧૬મા સમૂહલગ્નોત્સવની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વિક્રમ સંવત ૨૦૮૩ના મહા સુદ છઠ શુક્રવાર તા.૧૨ ફેબ્રુઆરી ૨૦૨૭ના રોજ સમૂહલગ્ન યોજાશે. આ સમૂહલગ્નમાં જોડાવા ઇચ્છુક દશનામ ગોસ્વામી સમાજના યુવક-યુવતીઓના વાલીઓને તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૬ સુધીમાં આયોજકોનો સંપર્ક કરી નોંધણી કરાવવા જણાવાયું છે.
ખાસ કરીને માતા-પિતા વગરની, માતા કે પિતામાંથી એકનું અવસાન થયું હોય તેવી તેમજ આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓને અગ્રતા આપવામાં આવશે. સમૂહલગ્નના આયોજનમાં રોકડ રકમનું દાન આપવા ઇચ્છુક દાતાઓને પણ સમિતિનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી, નોંધણી અને દાન માટે પ્રવિણભારતી ચંદ્રકાંતભારતી ગોસ્વામી (૯૪૨૮૨ ૬૭૮૩૨), જયદીપપુરી મનસુખપુરી ગોસ્વામી (૯૪૨૮૨ ૧૦૨૩૪), પ્રવિણગીરી વસંતગીરી ગોસ્વામી (૯૯૦૯૨ ૧૮૮૦૦) તથા રાજેશપુરી બટુકપુરી ગોસ્વામી (૯૮૭૯૪ ૩૨૦૦૧)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.






