મોરબી જીલ્લામાં હાલ કોરોનાની બીજી લહેરનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે વાંકાનેર તાલુકામાં પણ કોરોનાં સંક્રમણ દિનપ્રતિદિન વધતું જોવા મળી રહ્યું છે. કોરોનાનાં વધતા સંક્રમણને પગલે તકેદારી રાખવી અનિવાર્ય છે. જેને ધ્યાનમાં રાખીને વાંકાનેર બાર એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ આગામી તા. 17 સુધી વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે.