કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખી મહત્વપૂર્ણ નિર્ણય લઈ મોરબી બાર એસો.એ ઠરાવ કરી જણાવ્યું છે કે કોરોનાનું સંક્રમણ અટકાવવા આવતીકાલે તા.૧૬થી ૩૦ સુધી વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે. બધા વકીલોને અનુરોધ કરવામાં આવે છે કે પોતાના પક્ષકારોને બિનજરૂરી ન બોલાવવા તેમજ અરજન્ટ કામગીરી સિવાય બીજા કાર્યોથી અળગા રહી કોર્ટ કામકાજ પુરૂ કરી કોર્ટ કેમ્પસ છોડી દયે. વધુમાં નામદાર કોર્ટોને પણ વિનંતી કરવામાં આવે છે કે તા.16થી 30 સુધી વકીલોની ગેરહાજરી દરગુજર કરી આગળની કાનૂની કાર્યવાહી જે તે સ્ટેજે રાખવામાં આવે. વકીલો તેમજ પક્ષકારોની ગેરહાજરીમાં કોઈ કેસનો નિકાલ ન કરવા તેમજ ક્રિમિનલ કેસોમાં પક્ષકારો સામે વોરંટ જ કાઢવા અને દિવાની દાવાઓમાં યથાવત સ્થિતિ જાળવી રાખવા વિનંતી કરવામા આવે છે. માત્ર અરજન્ટ અને યુટીપી કાર્યવાહી જ શરૂ રહેશે